
નવસારી જિલ્લા પોલીસે દારૂના કેસમાં પકડાયેલા મોટા જથ્થાનો નાશ કર્યો છે. બોરીયાદ ગામ પાસેની અવાબરૂ જગ્યાએ પ્રાંત અધિકારી, મામલતદાર અને DYSPની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. નવસારી ગ્રામ્ય અને જલાલપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય પોલીસના વિદેશી દારૂના 27 કેસમાં 1,20,612 નંગ પ્લાસ્ટિક બોટલ જેની કિંમત રૂ. 1,66,23,690 થાય છે. આ ઉપરાંત દેશી દારૂના 236 કેસમાં 776 લીટરની મૂળ કિંમત રૂ. 1,55,200 થાય છે. જલાલપોર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના 13 કેસમાં 553 બોટલની મૂળ કિંમત રૂ. 66,248 થાય છે. બંને પોલીસ સ્ટેશન મળીને કુલ 40 વિદેશી દારૂના કેસ અને દેશી દારૂના 236 કેસનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 1,21,165 બોટલ વિદેશી દારૂ અને 776 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 1,66,89,938 અને દેશી દારૂની કિંમત રૂ. 1,55,200 થાય છે. આમ, કુલ રૂ. 1.67 કરોડથી વધુની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.