
નવા કોબા ગામમાં આવેલા બંસરી એલિગન્સ સોસાટીના ભોયરામાં ગટર ઉપર લગાવવામાં આવેલી લોખંડની જાળીઓની ચોરી થવા પામી છે. અજાણ્યા ચોર આશરે 7350 હજારની કિંમતનો સામાન ચોરી થતા ગુનો નોંધાવ્યો છે.
નવા કોબા ગામમાં બંસરી એલીગન્સ નામની સોસાયટીના ચોકીદાર ચક્કર મારતા હતા, તે સમય દરમિયાન સોસાયટીની એ-બી વિંગના પાર્કિંગના ભોયરામાં ગટર ઉપર લગાવવામાં આવેલી લોખંડની જાળીઓ જોવા મળી ન હતી. જેથી સોસાયટીના સેક્રેટરી કિર્તિભાઇ પંડ્યાને જાણ કરતા તેમની સાથે અન્ય સોસાયટીના સભ્યો આવ્યા હતા અને સોસાયટીમાં તપાસ કરતા બેઝમેન્ટમાં આવેલી ગટર ઉપર લોખંડની જાળીઓ લગાવેલી જોવા મળી ન હતી.
જેથી કુલ 7 લોખંડની જાળી એકનુ વજન આશરે 30 કીલો મળી કુલ 210 કીલો લોખંડના વજનની જાળી કિં. 7350 હજાર રૂ.ની અજાણ્યા ચોર ચોરી કરી પલાયન થઇ જતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો.