
ગુજરાત હાઈકોર્ટે દ્વારા ડિસ્ટ્રિક્ટ જજની ભરતી માટેની જાહેરાત કરાઈ છે. નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 28 જુલાઈથી 17 ઑગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારો gujarathighcourt.nic, hc-ojas.gujarat.gov.inના માધ્યમથી અરજી કરી શકશે.
નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા, અનુભવી પ્રોફેશનલ્સને 1,44,840 થી 1,94,660 સહિતના મળવાપાત્ર ભાડાં-ભથ્થાં સાથેનું પગાર ધોરણ મળી શકશે. કુલ 113 જગ્યા (107 પ્લસ 6 રીવાઈઝડ)નો સમાવેશ થાય છે.
ડિસ્ટ્રિક્ટ જજ 2025ની ભરતી માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લો વિદ્યાશાખામાં ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. ઉપરાંત સતત 7 વર્ષ માટે કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ જ્યુરિડિક્શનમાં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોની વયમર્યાદા 17મી ઑગસ્ટ, 2025 સુધીમાં 35 વર્ષની વય સુધીની લઘુત્તમ વય મર્યાદા, જ્યારે મહત્તમ વય મર્યાદા 48 વર્ષ સુધીની હોવી જોઈએ.
જનરલ કેટેગરીના ઉમેદવારોને માટે 1500 રૂપિયા ફી નક્કી કરાઈ છે, જ્યારે એસસી,એસટી, એસઈબીસી કેટેગરીના ઉમેદવારોને માટે 750 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરનારા ઉમેદવારોની પ્રીલિમ્સ, મેઈન્સ, વાઈવાના આધારે પસંદગી કરાશે.
પ્રીલિમિનરી એક્ઝામ 14મી સપ્ટેમ્બરે, મેઈન રીટર્ન એક્ઝામ આઠમી નવેમ્બરે :
હાઈકોર્ટે કરેલી જાહેરાત અનુસાર ડિસ્ટ્રિક્ટ જજની સીધી ભરતી માટેની પ્રીલિમનરી એક્ઝામ 14મી સપ્ટેમ્બર, રવિવારે યોજાશે. જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા આઠમી અને નવમી નવેમ્બરે યોજાશે. જ્યારે વાઈવા ટેસ્ટ (ઓરલ ઇન્ટરવ્યુ) ડીસેમ્બર- 2025 અને જાન્યુઆરી- 2026ના રોજ યોજાશે.