
જીપીએસસીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની ઓયુર્વેદમાં મેડિકલ ઑફિસર- રેસિડેન્ટ મેડિકલ ઑફિસરની 100 જગ્યા પર ભરતી જાહેર કરી હતી. ભરતીની જાહેરાત સમયે ઉમેદવારો પાસેથી સંસ્કૃત વિષયની સાથે ધોરણ 12 પાસ હોવું ફરજિયાત કર્યુ હતું પરંતુ હવે સંસ્કૃત વિષય ફરજિયાત નથી એટલે સંસ્કૃત સાથે પાસ ન થયેલા ઉમેદવારો પણ ભરતી માટે અરજી કરી શકશે. ઉમેદવારો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે.
આ જગ્યાઓની ભરતી માટેના નિયમોમાં ફેરફાર અંગેના જાહેરનામામાં જીપીએસસીએ જણાવ્યું છે કે અરજી કરવા માટે ભરતીના બાકીના નિયમ યથાવત્ રાખવામાં આવ્યા છે.