રિલા.જિયો ઇન્ફો.સાથે 12.12 કરોડની છેતરપિંડી, મહિલા આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

Spread the love

 

ઓક્ટોબર, 2024માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે 14 પ્રોપ્રાઇટરશિપ ફર્મ અને ભાગીદારી પેઢીના માલિકો અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના ડેપ્યુટી મેનેજર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મુજબ વર્ષ 2018થી 2024 સુધી કામ ના કર્યું હોવા છતાં કામ બતાવીને 611 ખોટા બીલો બનાવીને આરોપીઓએ કંપનીના ફાઇનાન્સ વિભાગમાં મોકલીને 12.12 કરોડની રકમ મેળવી લીધી હતી.
આ કૌભાંડમાં કંપનીના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હતા. જેમને પોતાના ID પાસવર્ડનો ઉપયોગ કરીને બિલ હેડ ઓફિસ મુંબઈ ખાતે મોકલી આપ્યા હતા. આરોપીઓ પૈકી હિરલ ત્રિપાઠી નામની મહિલા આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે મુજબ આ એક ફાઇનાન્શિયલ વિવાદ છે. કેસમાં 68 સાહેદ છે. રિલાયન્સના હોદ્દેદારોએ જ બિલ એપ્રુવ કરેલા છે. કેસ ડોક્યુમેન્ટ પુરાવા આધારિત છે. આરોપી મહિલા નહીં પરંતુ તેનો પતિ ફર્મના રોજના વ્યવહારો હેન્ડલ કરતો હતો.
તે ACL સર્વિસ નામની ફર્મ ધરાવતી હતી. જેના ખાતામાં 1.09 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી. તેને 55 જેટલા ખોટા બિલ બનાવ્યા હતા. અગાઉ હાઇકોર્ટ તેના આગોતરા જામીન અરજી નકારી ચૂકી હતી. મુખ્ય આરોપી અમિત મિશ્રા કરીને છે. જે આ સમગ્ર કાવતરાનો કિંગપિન છે. મહિલા આરોપીની ત્રણ ફર્મ હતી. જેમાં કુલ 4 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે મહિલાને 2.5 લાખના બોન્ડ ઉપર જામીન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *