વસ્ત્રાલ વિસ્તારમાં ભૂવો પડતા આઈશર પલટી

Spread the love

 

અમદાવાદમાં ચોમાસામાં રોડ બેસી જવાની અને ભુવા પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ન્યુ RTO રોડ પર અનંતમ એવન્યુ પાસે ભુવો પડતા આઈશર ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ન્યુ RTOથી વસ્ત્રાલ જતા અનંતમ એવન્યુ પાસે મોડીરાતે એકાએક રોડની ડાબી બાજુ ભુવો પડતા જ લોખંડની રિંગ ભરેલી આઈશર પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. રોડ ઉપર ટ્રક પલટી ગઈ હોવાના કારણે બપોરે ખાનગી ક્રેન મંગાવી પલ્ટી ખાઈ ગયેલી આઈશરને રોડ પરથી દૂર કરવામાં આવી હતી.
શહેરના નિકોલ વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ ચોમાસામાં વરસાદ બાદ રોડ બેસી ગયો છે. નિકોલ જીવનવાડી પાસે આવેલા સરદાર ચોકની બાજુમાં ગઈકાલે પણ એક ટ્રક ફસાયો હતો. આજે મંગળવારે સવારે પણ એક ટ્રક ના ટાયર રોડ ઉપર ફસાઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. વરસાદ હોય ત્યારે પણ ઘણા બધા બનાવો લોકોની ગાડી ફસાવાના બનાવો બનતા હોય છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પણ રોડ ખરાબ હોવાની સ્થિતિ સામે આવી છે. દ્વારકેશ ફાર્મ રોડ ઉપર છેલ્લા એક વર્ષથી સરખો રોડ બનાવવામાં આવ્યો નથી. કાચો રોડ હોવાના કારણે લોકોને અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે દ્વારકેશ ફાર્મ ની આજુબાજુમાં અંદાજે 1500 જેટલા મકાનો આવેલા છે અને રોડ એટલા ખરાબ છે કે અત્યારે વરસાદમાં રોડ કાદવ કિચડ વાળો થઈ ગયો છે. લોકોને અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. જો કોઈ મહિલા અથવા વૃદ્ધ વાહન લઈને બાળકોને સ્કૂલે મુકવા જતા હોય તો વાહન સ્લીપ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે જ્યારે આજુબાજુ બિલ્ડર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે જેની માટી પણ રોડ ઉપર આવી ગઈ છે જેના કારણે થઈને આખો રોડ કાદવ કીચડ વાળો થયો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં રોડ સરખો કરી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *