સસ્તામાં અસલી સોનું આપવાનું કહીને લોકોને છેતરતા રાજસ્થાનના 3 પકડાયા

Spread the love

 

 

ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાથી સસ્તામાં સોનું વેચવાનું કહીને વેપારીઓ પાસેથી પૈસા પડાવી નકલી સોનું પધરાવીને પૈસા પડાવી જતી રાજસ્થાનની ગેંગના 3 માણસોની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ સાબરતમીના વેપારીને 120 ગ્રામની રૂ.12 લાખની સોનાની ચેઈન રૂ.6 લાખમાં આપવાનું કહીને પૈસા પડાવી નકલી ચેઈન પધરાવી હતી. જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે તેમની પાસેથી 12 પીળા મણકા, 9 પીળી ધાતુની ચેઈન, રોકડા રૂ.3 લાખ મળી આવ્યા હતા.
ઝોન – 2 ડીસીપી ભરતકુમાર રાઠોડે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા સાબરમતીના એક વેપારીને રૂ.12 લાખની કિંમતની સોનાની ચેઈન રૂ.6 લાખમાં આપવાનું કહીને 2 માણસોએ રૂ.6 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બાતમીના આધારે તેમણે ઝોન – 2 એલસીબીની ટીમને કલોલ મોકલી હતી.
જેમાં ગંગારામ મુંગીયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભીનો સમાવેશ થાય છે. આરોપીઓએ 2 વર્ષ પહેલા ચાંદખેડામાં આ જ રીતે એક વ્યક્તિને સસ્સામાં સોનું આપવાનું કહીને પૈસા પડાવ્યા હતા. જ્યારે આરોપીઓએ અત્યારસુધીમાં સુરત, બનાસકાંઠા, ઉંઝામાં ગુના આચર્યા હતા. પોલીસે જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી સોના જેવી લાગતી પીળી ધાતુના 12 મણકા, સોના જેવી લાગતી પીળી ધાતુના મણકા વાળી 9 ચેઈન, રોકડા રૂ.3 લાખ 4 મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ રૂ.4.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ટોળકી જે પણ વ્યક્તિને ટાર્ગેટ કરવાનો હોય તેને સેમ્પલ તરીકે બતાવવા અલસ સોનાનો મણકો, અસલ સોનાની ચેઈન લઈ જતી હતી. પરંતુ ડિલિવરી આપવાની હોય ત્યારે નકલી મણકો અને ચેઈન પધરાવીને પૈસા પડાવી લેતા હતા. એક વ્યકિતને છેતર્યા બાદ તે સીમકાર્ડ તોડીને ફેંકી દેતા હોવાથી જલ્દી પકડાતા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *