
અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત ગાંજાની દાણચોરી પકડાઈ છે. બેંગકોકથી આવેલા એક પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગતા એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓઓ તેને અટકાવી તપાસ કરતાં 8.2 કિલો મારિજુઆના ગાંજો મળી આવ્યો હતો. આ યાત્રી થાઈલાયન એરવેઝની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો હતો. તેની પાસેથી પ્લાસ્ટિકના 15 વેક્યુમ પેકેટો મળી આવ્યા. તમામ પેકેટોમાં કુલ 8286.20 ગ્રામ ગાંજો ભરેલો હતો. આ યાત્રીને કસ્ટમ વિભાગે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી મુંબઇના ઉમાનખાન હોવાનું બહાર આવ્યું છે.