સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૨ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના તમામ તાલુકાના, નગરપાલિકાના અને મહાનગરોના વોર્ડના પ્રમુખોની નિયુક્તિ માટે નિરીક્ષકો જશે, કાર્યકરો સાથે પરામર્શ કરી નિમણુંક પ્રક્રિયા કરશે : અમિત ચાવડા

Spread the love

આમ આદમી પાર્ટીના કચ્છના ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર વિધાનસભાના ઉમેદવાર અરજણભાઈ ચનાભાઈ રબારી અને બક્ષીપંચ સેલના પ્રદેશના મહામંત્રી ભરતભાઈ ધનજીભાઈ મયાત્રા, નિદાન રાઠોડ અને અખમસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા 

કોંગ્રેસનું મજબુત સંગઠન આવનારા દિવસોમાં યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજો, પીડિતો, શોષિતોનો અવાજ બનશે, સડકથી લઇ સંસદ સુધી લડાઈ લડીશું : યુવાનો, શિક્ષિત અને પક્ષની વિચારધારાને વફાદાર લોકોને સંગઠનમાં અગ્રિમતા અપાશે : અમિત ચાવડા

આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંગે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપીંડી કરી છે : ડૉ. તુષાર ચૌધરી

અમદાવાદ

અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૫ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જેના ભાગ રૂપે સંગઠનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત કોંગ્રેસને પસંદ કરવામાં આવ્યું. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતના ૪૧ શહેર-જિલ્લા પ્રમુખોને પ્રક્રિયા આધારિત પસંદ કરવામાં આવ્યા. સંગઠન સૃજન અભિયાન અન્વયે તાલુકા અને વોર્ડના સંગઠન માટેની પ્રક્રિયા અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. જિલ્લાથી લઈ તાલુકાને વેગવંતુ બનાવવામાં આવશે, પ્રજાના પ્રશ્નોને લઈ કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોચવાના હેતુથી ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને જનનાયક શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત આવી તમામ કાર્યકર્તા અને નેતાઓની વાત સાંભળી, રાજ્યમાં નિરીક્ષકોની નિમણુંકો કરી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આણંદમાં 3 દિવસની શિબિર યોજાઈ, જિલ્લા પ્રમુખની જેમ જ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ પ્રમુખોની નિમણુંકો થશે, તા. ૨ ઓગસ્ટથી સમગ્ર રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પ્રદેશ કક્ષાએથી નિયુક્ત 2 નિરીક્ષકો, સ્થાનિક પ્રમુખ તાલુકાઓમાં જશે, સંગઠન સૃજન અભિયાન હેઠળ નિરીક્ષકો જિલ્લા, તાલુકા કક્ષાએ પ્રવાસ કરી ઝોન વાઇઝ કાર્યકરોને સાંભળવામાં આવશે. નવા યુવાનોને તક મળે તે માટે વોર્ડ, તાલુકા કે શહેર કક્ષાએ 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અગ્રિમતા અપાશે, 5 વર્ષથી વધુ સમયથી જવાબદારી નિભાવતા હોય તો તેમના સ્થાને અન્યને જવાબદારી અપાશે, નિરીક્ષકો પ્રવાસ બાદ એક રિપોર્ટ પ્રદેશ કક્ષાએ આપશે, નિરીક્ષકો કાર્યકર્તાઓને મળશે અને સંગઠન અંગે પણ અભ્યાસ કરાશે, કોઈને અન્ય તાલુકા, જિલ્લા કે પ્રદેશ લેવલ કામ કરવું છે તો એ બાબતે પણ નિરીક્ષકો સાંભળશે, કોંગ્રેસ બધા માટે છે, કોંગ્રેસ બધાની છે માટે જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને કામ કરવા માંગતા લોકોને જોડાવા અપીલ છે. કોંગ્રેસ પક્ષ હંમેશા સંવિધાનમાં જે મૂળભૂત સિદ્ધાંતો છે માનવતા, સર્વ સમાવેશ નીતિ-રીતિમાં વિશ્વાસ ધરાવે છે. તાલુકા, શહેર, વોર્ડ સમિતિ, જિલ્લા કક્ષા અને પ્રદેશ સ્તરે કામ કરવા માગતા લોકો માટે સંગઠન સૃજન અભિયાનનો તાલુકા કક્ષા માટે પ્રારંભ થઇ રહ્યો છે. તા. 2 થી 10 ઑગસ્ટ સુધીમાં સંગઠન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તમામ નિમણુંકો પૂર્ણ કરી લોકોના પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ સડકથી સંસદ સુધી લડાઈ લડવા જઈ રહ્યા છીએ.
ગુજરાત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન માટેની પ્રક્રિયા જિલ્લા કક્ષા બાદ તાલુકા કક્ષા તરફ આગળ વધી રહી છે. જે બાબતે સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે વિવિધ વાર્તાલાપ કરીને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપાશે. જે રીતે ભાજપ સરકાર આદિવાસી સમાજને અન્યાય કરી રહી છે તે અંગે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંગે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપીંડી કરી છે.

આમ આદમી પાર્ટીના કચ્છના ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર શ્રી બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર વિધાનસભાના ઉમેદવાર શ્રી અરજણભાઈ ચનાભાઈ રબારી અને બક્ષીપંચ સેલના પ્રદેશના મહામંત્રી શ્રી ભરતભાઈ ધનજીભાઈ મયાત્રા, નિદાન રાઠોડ અને અખમસિંહ ચૌહાણ  રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કર્મચારી અને કામદાર સંગઠનના અધ્યક્ષ શ્રી ભરતભાઈ સોલંકી (કચ્છ) ઉપસ્થિત રહ્યા હતા. આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, મ્યુ. કાઉન્સિલર શ્રી નીરવ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *