37ab2325-fdbb-43c0-a77b-10ae03f35ad2
c5bbe2d6-6448-4ce2-bd11-38d4ecee243a 51511ac8-e656-4501-9d8e-e13399d6c5ca 8a5e268d-4757-41b5-a444-ccb106f16bcf
અમદાવાદ
Hsc પ્રોડક્શન રજૂ કરે છે “તન્ત્રમ”એક ગુજરાતી ફિલ્મ છે.તંત્રમ એક એવી ફિલ્મ જે અનેક વર્ષોથી ચાલી રહેલી સમસ્યાની વાત છે.HSC પ્રોડક્શન બેનર હેઠળ નિર્માતા અને દિગ્દર્શક તરીકે ચિન્મય મહેતાની એક નવી અને આઘુનિક હોરર કોમેડી ફિલ્મ તંત્રમ નું ટીઝર અને દમદાર પોસ્ટર રિલીઝ ગઈકાલે કરવામાં આવ્યું.આ ફિલ્મ એક અલગ વિષય પર બનેલી છે.
સમાજમાં વર્ષોથી જે ચાલી રહેલી સમસ્યા પ્રોબ્લેમ છે કે દરેક ફેમિલીને છોકરા જોઇએ છે.આજે એક પત્ની જો એકલાં લગ્ન પછી જો ખુશ રહેવા માગતા હોય તો તેમનાં પર તેમના ફેમિલી અથવા સમાજ દ્વારા દબાણ એટલી હદે
કરવામાં આવે છે કે જેની જોડે રૂપિયા છે તેઓ ટેકનોલોજીના આ જમાનામાં મેડિકલ સાયન્સ તરફ વળે છે અને જેની જોડે રૂપિયા નથી મિડલ ક્લાસ અથવા ગરીબ ફેમિલી તેઓને આ સેવાઓના ખર્ચા પહોંચી ના વળતા અંઘશ્રદ્ધા તરફ વળે છે અને પછી તેઓ બાળક લાવવા ગમે તે રસ્તા પર જતા હોય છે તેવો એક કિસ્સો એક અંદાજમાં સસ્પેન્સ,હોરર અને કોમેડી રીતે દર્શાવતી ફિલ્મ એટલે તંત્રમ.બાળક ભગવાનની આપેલી એક સુંદર ભેટ છે પણ જો તે ન આવે તો જીવનમાં હતાશ કે દુઃખી થવાની જરૂર નથી હોતી પણ તેને મેડિકલ સાયન્સના ઉપચાર કરી તથા કોઈ અનાથ બાળકને દત્તક લઇને પણ આ ખુશી પ્રાપ્ત કરી શકાય તે સુંદર વિષય દર્શાવતી ફિલ્મ એટલે તંત્રમ.જો ટીઝર આટલું ભયંકર છે તો ટ્રેલર અને ફિલ્મ કેવી હશે તે આગળના સમયમાં જોવાનું રહેશે.
આ ફિલ્મમાં અભિનેતા તરીકે આકાશ ઝાલા, અભિનેત્રી અમી ગરાછ,અભિનેતા ચિન્મય મહેતા અને પરમેશ્વર સિરસિકર જોડાયેલા છે.અભિનેતા આકાશ ઝાલાને અનેક હોરર અને કોમેડી ફિલ્મોમાં જોયા પછી આ ફિલ્મમાં તેમનો અલગ અંદાજમાં રોલ જોવાની તમને મજા આવશે.
વાર્તા અને ખ્યાલ હાર્દિક બુટાણી,
ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર ચિન્મય મહેતા ,
સાથે જોડાણમાં CMEVENTS ,
ડીઓપી અર્પણ પટેલ,
સંપાદક રાજ સોની , સ્ટારિંગ આકાશ ઝાલા,અમી ગરાછ,પરમેશ્વરસિરસીકર,ચિન્મય મહેતા
સહાયક કલાકારો હર્ષદ ગોપલાણી ,હાર્દિક બુટાણી
વિરેશ નાયક,ભૂપેન્દ્રસિંહ,ક્રિશા પટેલ,પ્રિશા શાહ,સૌરભ ઝીંઝુવાડિયા ,ઉરેન કુમાર ,શીલા પાઠક,નિકિતા પુરોહિત,યુક્ત પુરોહિત,
આયુષી પાઠક,વિશ્વ પાઠક.
