
હરિદ્વારમાં રહેવાનું બુકિંગ કરાવવા ગૂગલ પર સર્ચ કરતાં વૃદ્ધ તબીબ પાસેથી સાઇબર ગઠિયાઓએ રૂ. 2.14 લાખ પડાવી લીધા હતા. હિંમતલાલ પાર્ક પાસે સત્કાર સોસાયટીમાં રહેતા 75 વર્ષીય ડૉ. ચુનીલાલ કકાણી હરિદ્વાર જવા માટે 28 જુલાઈએ ગૂગલમાં રહેવા માટેની સારી જગ્યા સર્ચ કરતા હતા. દરમિયાન પરમાર્થ નિકેતન આશ્રમની સાઇટ ઓપન કરી તેમાં આપેલા નંબર પર ફોન કરતાં એક દિવસનું એસી રૂમનું ભાડું રૂ. 1350 હોવાનું અને બુકિંગ માટે એડ્વાન્સ પૈસા ભરવા પડશે તેવું કહ્યું હતું. તેમણે રૂ. 10,500 ટ્રાન્સફર કર્યા હતા. જોકે બુકિંગ કન્ફર્મ થતું ન હોવાનું કહીને બીજી વાર રૂ. 10,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. છતાં બુકિંગ કન્ફર્મ ન થતાં ડૉક્ટરે આસિ. મૅનેજર દિનેશકુમાર સાથે વાત કરી હતી. તેણે બીજો ક્યુઆર કોડ મોકલીને રૂ. 21 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે ગઠિયાએ રૂ. 2.14 લાખ પડાવી લીધા હતા.