
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. AMTS કમીટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન માં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે. AMTS બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈ પણ રૂટ અને સ્થળની AMTS બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં. ગત વર્ષે રક્ષાબંધનમાં 50 હજારથી વધુ મહિલાઓએ મુસાફરી કરી હતી ત્યારે ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરી શકે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડલના ખાતીપુરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કામને કારણે, ભુજ-બરેલી એક્સપ્રેસ અને વારાણસી-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. 13 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રિંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન રિંગસ, નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર રોકાશે. જ્યારે ટ્રેન નંબર 29964 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે પરિવર્તિત માર્ગ રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન નારનૌલ, નીમકા થાણા અને રિંગસ સ્ટેશનો પર રોકાશે.