
ભારતીય પરંપરામાં હવનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે આવા સમયે જ્યારે ભારતીય લોકો વિદેશમાં શિફટ થાય છે. તો પોતાની હિન્દુ રીતિ-રિવાજને ફોલો કરવાનું ભૂલતા નથી. પણ ઘણી વાર તેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં જોઈએ તો, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકાના ટેક્સાસમાં એક હિન્દુ પૂજા દરમ્યાન એક ઘરમાં ફાયર વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને ત્યાં અગ્નિ સુરક્ષાને લઈને ચર્ચા શરુ થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું હતું કે હિન્દુ પૂજા કંઈ ફાયર ઈમરજન્સી નથી. સોશિયલ મીડિયા પર શેર કરેલી આ ક્લિપમાં એક ભારતીય પરિવારના ઘર બહાર એક ફાયર વિભાગની ગાડી ઊભેલી દેખાઈ રહી છે. જ્યાં ગૃહ પ્રવેશ સમારંભ અંતર્ગત હવન થઈ રહ્યો હતો.
પાડોશીઓએ ફાયર વિભાગમાં કોલ કરીને ગાડીઓ બોલાવી લીધી જે બાદ જોઈ શકાય છે કે ફાયરકર્મી ભારતીય પરિવાર સાથે વાત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આખરે અહીં શું ચાલી રહ્યું છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. અમુક લોકોએ ઘર પર પૂજા કરનારા ભારતીય લોકોની ટીકા કરી, તો અમુક તેમના ધાર્મિક રીતિ-રિવાજોનું પાલન કરવાના અધિકારનો બચાવ કર્યો.
એક યુઝરે લખ્યું કે, વિદેશોમાં આવું કરવું યોગ્ય નથી, કારણ કે અહીંના ઘર સૂકા લાકડાથી બનેલા હોય છે. હું તેને ક્યારેય સાંસ્કૃતિક પ્રથા તરીકે સ્વીકાર નહીં કરું.
અન્ય એક શખ્સે લખ્યું કે, તમારે એ દેશના નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યાં તમે રહો છો. તેઓ આપણા ધર્મનું પાલન નથી કરતા. એટલા માટે તેઓ સમજી નહીં શકે. તેમને ફાયર વિભાગ પાસેથી હવન કરવાની પરમિશન લેવી જોઈતી હતી.