65 બાંધકામ સાઇટોનું સર્વેલન્સ, 8 સાઇટ્સને કુલ 50 હજારનો દંડ ફટકારાયો

Spread the love

 

ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 65 બાંધકામ સાઇટોની મુલાકાત લીધી હતી. આ સર્વેલન્સ દરમિયાન ન્યુ ગાંધીનગરમાં આવેલી વિવિધ બાંધકામ સાઇટો પર કાર્યવાહી કરવામાં આવી હતી. રાયસણની સાઇટ, સ્ટેલન બિલ્ડર LLPને રૂ. 5,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અધ્વાઈના સાઇટને રૂ. 6,500, ગણેશ સ્કાય લાઈનને રૂ. 8,500 અને સમય સ્તેલરને રૂ. 58,500નો દંડ કરવામાં આવ્યો હતો.
8 સાઇટ્સને દંડ ફટકારવામાં આવ્યો હતોઃ
સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ શાંતિ એપ્રોકોન LLPને રૂ. 10,000નો દંડ ફટકારાયો હતો. સેક્ટર-11ની શ્રીજી કૃપા પ્રોજેક્ટને રૂ. 5,500, ધ ગેટ બાય દેવાશીષ અને સેક્ટર 28ની ભાવના કન્સ્ટ્રકશન ડેવલપરને રૂ. 5,500નો દંડ કરવામાં આવ્યો હતો.
આગામી 7 દિવસમાં દંડ ભરવાની નોટીસ આપવામાં આવી હતીઃ
આ ઉપરાંત વધુ બે બાંધકામ સાઇટ – ટેક્સાસ રેપોસને રૂ. 6,500 અને પેથાપુરની સાઇટ અક્ષર ડેવલોપરને રૂ. 6,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ આ બંને સાઇટોએ સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કરતાં તેમને આગામી 7 દિવસમાં દંડ ભરવાની નોટીસ આપવામાં આવી હતી. જો તેઓ દંડ નહીં ભરે તો સાઇટ સીલ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યોઃ
મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં જો કોઈ સાઇટ પર મચ્છરોનું બ્રીડીંગ મળશે તો દંડાત્મક કાર્યવાહી ઉપરાંત સાઇટ સીલ કરવામાં આવશે અને વિકાસ પરવાનગી પણ રદ્દ કરવામાં આવશે. વરસાદના વિરામ બાદ જમા થયેલા ગંદા પાણીમાં બળેલા ઓઈલનો છંટકાવ કરી પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સેક્ટર વિસ્તારમાં છાપરામાં રહેતા સ્થળાંતરિત મજૂરોનો રાત્રી સર્વે પણ ચાલુ રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો છે. જેમાં ફીવર સર્વેલન્સ ઉપરાંત, સોર્સ રીડક્શન, પોરાનાશક તેમજ ફોગીંગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *