19ebada4-c450-4187-bce7-a8362945c52e
અમદાવાદ
અમદાવાદ ખાતે તારીખ ૬ થી ૧૫ ઑગસ્ટ વચ્ચે એનસીસી હેડક્વાટર લો ગાર્ડન ખાતે આર્મી એટેચમેન્ટ કેમ્પ નંબર ૧૧૧ ચાલી રહ્યો છે.
આ કેમ્પ દરમિયાન NCC ના લગભગ ૪૦૦ જેટલા વિદ્યાથીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં સમગ્ર ગુજરાત માં થી આવેલા કેડેટ્સ નો સમાવેશ થાય છે .૧૧૧ CATC આર્મી કેમ્પ માં ગર્લ્સ અને બોયઝ બંને કેડેટ્સ નો સમાવેશ થાય છે આ સમગ્ર કેમ્પ લેફ્ટનેટ કર્નલ શ્રી અરવિંદ જોષી સર ની આગેવાની માં થઈ રહ્યો છે.જેઓ ૧ ગુજરાત આર્મ્ડ NCC ના કમાન્ડિંગ ઓફિસર છે. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માં આર્મ્ડ ફોર્સસ માં સામેલ થવા માટે ની તમામ સાહસિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે કમાન્ડિંગ ઓફિસર કર્નલ અરવિંદ જોશી સાહેબએ એનસીસી કેડેટ્સ માટે ટેન્ક રાઇડ નું અદ્ભુત આયોજન કર્યું હતું જેણે કેડેટ્સ ને સાહસ અને રોમાંચ ની અનુભૂતિ કરાવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કઈ રીતે ટેન્કોએ યુદ્ધ ની બાજી પલટી હતી તેની જાણકારી કેડેટ્સ ને આપવા અને ભારત માં થયેલા યુદ્ધમાં ટેન્કો અને તેના થી જોડાયેલા જવાનો ની શું ભૂમિકા હતી ? તેની સાહસિક વાતો વિધાર્થીઓ સાથે કરી હતી. NCC કેડેટ્સ ને તે-72 અજય ટેન્ક નું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. ભારત વર્ષો થી રશિયન ટેન્ક વાપરતું આવી રહ્યું છે પરંતુ ભારત નું વર્તમાન અર્જુન ટેન્ક સંપૂર્ણ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત ની આંતર રાષ્ટ્રીય ઓળખ છે. ઉપરાંત ટેન્ક ની અંદર ની બનાવટ કેવી હોય છે ?તેમાં કેટલા જવાનો બેસે છે ? દરેક ની શું ભૂમિકા હોય છે ? આ તમામ વાતો ની જાણકારી કેડેટ્સ ને આપવામાં આવી હતી. કેમ્પ માં સ્કૂલ અને કોલેજ ના એનસીસી ઓફિસરો એ પણ ભાગ લીધો હતો. NCC ને આર્મ્ડ ફોર્સ માં સામેલ થવા માટે નો “ગેટવે” કહેવાય છે. જેમાં વિધાર્થીઓ ને હથિયાર ચલાવવા થી લઈને ટેન્ક અને તેના રખરખાવ ની પણ તમામ જાણકારી આપવામાં આવે છે. એનસીસી “C” સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને તમામ યુનિફોર્મ જોબ્સ માં વિશેષ અગ્રતાક્રમ આપવામાં આવે છે. પરંતુ તે માટે
એનસીસી ના કેડેટ્સ ને લેખિત પરીક્ષા ઉપરાંત હથિયાર ખોલવા જોડવા,શારરિક પ્રશિક્ષણ અને ડ્રીલ ટેસ્ટ માં પાસ થવું પડે છે. જેનું પ્રશિક્ષણ આર્મી ના જવાનો અને NCC ઓફિસરો દ્વારા વિધાર્થીઓ ને આપવામાં આવે છે. એનસીસી ના આવા કેમ્પ કેડેટ્સ ને ઇન્ડિયન આર્મી ને બહુ નજીક જાણવાનો અને સમજવાનો અનેરો અવસર પ્રદાન કરે છે. કેમ્પ દરમિયાન કેડટસ માટે ફાયરિંગ, ટ્રેકિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ થી લઈને યુદ્ધકાલીન પરિસ્થતિઓમાં કઈ રીતે ભૂમિકા ભજવવી તેની પણ જાણકારી આપવામાં આવે છે. ઇઝરાયલ,કોરિયા,જાપાન,ચીન જર્મની જેવા ઘણા દેશો માં વિદ્યાર્થીઓને આવી આર્મી ટ્રેનિંગ ફરજિયાત હોય છે. ભારત માં આ કામગીરી NCC થી કરી રહ્યું છે. જેમાં યુદ્ધ અને આપાતકાલીન પરિસ્થિતિમાં જવાનોને દેશ માટે સદેવ તત્પર રહેવાની ટ્રેનિગ આપવા માં આવે છે ભારત ની NCC વિશ્વ નું સૌથી મોટું યુનિફોર્મ યુથ ઓર્ગેનાઈઝેશન છે. જેમાં ૧૫ લાખ થી વધુ કેડેટ્સ આ સાહસિક અને રોમાંચક યાત્રા ના સહભાગી છે. આવા કેમ્પ દ્વારા વધુ ને વધુ વિધાર્થીઓ એનસીસી માં જોડાય અને ભારતની આર્મી કે યુનિફોર્મ સર્વિસિસ માં જોડાઈને પોતાનું કેરિયર બનાવી તેમના માતા પિતા અને દેશ ને ગોરાન્વિત કરાવે તેવા ઉદ્દેશ્ય થી જ આવા કેમ્પ નું આયોજન કરવા માં આવે છે. આ કેમ્પ NCC હેડક્વાટર્સ ના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર N.V નાથ અને કમાન્ડિંગ ઓફિસર કર્નલ જોશી ની અધ્યક્ષતા માં આયોજિત થયો હતો.

