
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જીએમસીના પાર્કિંગમાં બાઇક મુકીને અમદાવાદનો યુવક તેની સ્ટાફ બસમાં બેસી નોકરી ગયો હતો. જ્યારે સાંજના સમયે નોકરીથી પરત આવી બાઇક લેવા જતા જોવા મળ્યુ ન હતુ. જેથી અડાલજ પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મેહુલકુમાર રતાભાઇ મણવર (રહે, ન્યૂ ચાંદખેડા, અમદાવાદ) નંદાસણમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ત્યારે યુવક ગત રોજ વૈષ્ણોદેવી મંદિર પાસે આવેલા જીએમસીના પાર્કિંગમાં તેનુ બાઇક નંબર જીજે 08 સીડી 6355 બાઇક મુકી સ્ટાફ બસમાં બેસી નોકરીએ ગયો હતો. જ્યારે સાંજે નોકરી પુરી કરી સ્ટાફ બસમાંથી ઉતરી બાઇક લેવા જતા જોવા મળ્યુ ન હતુ. જેથી અડાલજ પોલીસ મથકમાં 30 હજારની કિંમતના બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળળ હાથ ધરી છે.