પનીર માફિયા દિનેશ પટેલ gj 18 ખાતેથી પકડાયો, ગુજરાત ભરમાં ડુપ્લીકેટ પનીર સપ્લાયર ઝબ્બે

Spread the love

 

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 8 ઓગસ્ટના ભેળસેળ યુક્ત પનીર બનાવતી કંપનીમાં દરોડા પાડી નકલી પનીરના કારોબારનો પર્દાફાસ કર્યો હતો. આ મામલે પોલીસે ફેક્ટરી માલિક દિનેશ પટેલને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ સુધી ફરાર હતો. પોલીસે આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી પકડ્યો છે. દિનેશ પટેલે મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો.

પનીર માફિયા દિનેશ પટેલનું ગુજરાતભરમાં નેટવર્ક ફેલાયેલું છે.

પોલીસે આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી પકડ્યો

જોકે આ ઘટના બાદ ફેક્ટરી બંધ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મીડિયા કર્મીઓ પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. આરોપી નકલી પનીર બનાવી ગુજરાતભરમાં કાળો કારોબાર કરતો હતો. મહેસાણા પોલીસે ગુજરાત થી રાજસ્થાન સુધી પોલીસ દોડાવી હતી. પોલીસની વિવિધ ટીમોએ પનીર માફિયાનો સતત પીછો કર્યો હતો. આખરે પનીર માફિયા ગાંધીનગર થી ઝડપાયો છે.

પનીર માફિયા દિનેશ પટેલનું ગુજરાતભરમાં નેટવર્ક

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બાતમીના આધારે ડિવાઈન ફૂડ નામની ફેક્ટરીમાં રેડ પાડી હતી. અહીં મોટાપાયે પનીર બનાવીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આ ફેક્ટરીમાંથી પનીરનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. ફૂડ વિભાગની ટીમને પનીરમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં પામોલીન તેલમાંથી પનીર બનતું હોવાની વાત બહાર આવી હતી.પોલીસની વિવિધ ટીમોએ પનીર માફિયાનો સતત પીછો કર્યો હતો. આખરે પનીર માફિયા ગાંધીનગર થી ઝડપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *