
ગુજરાતમાં આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યની રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાની પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.
14 વર્ષ બાદ ગુજરાતને નવી મહાનગરપાલિકાઓ મળી છે. આ પહેલાં 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી. રાજ્યમાં હાલ 8 મહાનગરપાલિકાઓ હતી. તેમાં હવે નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદનો સમાવેશ કરાતા મહાનગરપાલિકાઓની સંખ્યા 17 થઈ ચૂકી છે.
રાજ્યમાં 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાશે. જેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે જ જતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ છે તેમાં જરુરી કામગીરીને વેગ આપવા માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.