
ગ્રામ્ય વિસ્તારના કાચા નાળિયાવાળા માર્ગને ડામરના પાકા માર્ગ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ગામોમાં હજુય કાચા નાળિયાના માર્ગો ડામરના પાકા બનાવવામાં આવી રહ્યા છે. જુના પીપળજથી મહુડી હાઇવેને જોડતા 1.50 કિમીના કાચા નાળિયાના માર્ગને ડામરનો પાકો કરવા રૂપિયા 1.20 કરોડનો ખર્ચ કરાશે. કાચા નાળિયાના માર્ગને 3.75 મીટર પહોળો બનાવીને મેટલ અને ડામર કામ કરવા માટે ખાતમુહુર્ત તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કાચા નાળિયાના મોટાભાગના માર્ગો મેટલ, પેવર તેમજ ડામર કામથી પાકો બનાવવામાં આવ્યા છે. જિલ્લાના જુના પીંપળજમાં રબારીવાસથી થઇ ગાંધીનગરથી મહુડી હાઇવેને જોડતો નાળિયાના કાચા માર્ગને પાકો ડામરવાળો બનાવવા માટે રૂપિયા 1.20 કરોડની ગ્રાન્ટની મંજુરી આપવામાં આવી છે. ત્યારે કાચા નાળિયાના માર્ગને પાકો બનાવવા માટે ગાંધીનગર જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.