ગાંધીનગર શહેરને સ્વતંત્રતા દિવસની ભેટ રૂપે 10 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવી છે. 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જાહેરાત કરી કે શહેરમાં એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે, જે રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપશે. આ ઉપરાંત, મુખ્ય પ્રવેશદ્વારો પૈકીના રાંધેજા અને પેથાપુરના ગેટને નવી અને આધુનિક ડિઝાઈન આપવામાં આવશે, જેથી શહેરની ઓળખ વધુ સુદૃઢ
‘ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે’ – મેયર
મેયર મીરાબેન પટેલે પોતાના સંબોધનમાં રાંધેજાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 10 કરોડના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉગમણી ભાગોળ ચોકને “અર્બન ચોક” તરીકે વિકસાવવામાં આવશે અને યુવાનો માટે રમત-ગમતની સુવિધા વધારવા એક ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે.
© શેર
રાંધેજા અને પેથાપુરના પ્રવેશદ્વારને નવી ડિઝાઈન અપાશે આ ઉપરાંત, રાંધેજા અને પેથાપુર ગામના પ્રવેશદ્વારને નવી ડિઝાઈન સાથે સુંદર બનાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે 33.99 કરોડના ખર્ચે નવી પાણીની લાઈન અને બે નવી ઓવરહેડ ટાંકીઓનું કામ પ્રગતિમાં છે. આ સાથે પાણીના યોગ્ય નિકાલ માટે 37 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનનું કામ પણ ચાલી રહ્યું છે
સાર્વજનિક હોસ્પિટલને અલ્ટ્રાસાઉન્ડ મશીન અપાશે
મેયરે પોતાની ગ્રાન્ટમાંથી રાંધેજા સ્થિત એન. એન. સાર્વજનિક હોસ્પિટલ અને એસ. જી. મેટરનીટી હોમ ખાતે અંદાજે 30 લાખની કિંમતનું અલ્ટ્રાસાઉન્ડ મશીન આપવાની પણ જાહેરાત કરી, જેથી સ્થાનિક મહિલાઓને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
“ઓપરેશન સિંદૂર” પર કૃતિ રજૂ કાર્યક્રમમાં “વિશેષ એજ્યુકેશન ટ્રસ્ટ” ના દિવ્યાંગ બાળકો દ્વારા “ઓપરેશન સિંદૂર” પર રજૂ કરવામાં આવેલી કૃતિ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. આ ઉપરાંત, બાળકોએ દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કરીને વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું.



