દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન નો લાભ ઉઠાવે છે,અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન
ભગવાનના ગર્ભગૃહને દેશ- વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે,થાઈલેન્ડ થી ૫ અલગ કલરના ઓર્ચિડ ફૂલ, ૩ વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફુલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેજી વગેરે થઈને ૯૦૦ કિલોના ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. આ ફૂલો દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મૌર, ગરુડજી, શંખ, કમળ, ધનુષ, વગેરે તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ
એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન નો લાભ ઉઠાવે છે. તા. ૧૬-૦૮-૨૦૨૫ના રોજ ઇસ્કોન મંદિરમાં વિધિવત રીતે મોહત્સવ ઉજવવામાં આવશે.
ભગવાનના ગર્ભગૃહને દેશ- વિદેશના વિવિધ ફૂલોથી શણગારવામાં આવશે. થાઈલેન્ડ થી ૫ અલગ કલરના ઓર્ચિડ ફૂલ, ૩ વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફુલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેજી વગેરે થઈને ૯૦૦ કિલોના ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. આ ફૂલો દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મૌર, ગરુડજી, શંખ, કમળ, ધનુષ, વગેરે તૈયાર કરવામાં આવશે.
આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમ્યાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મંદિરના પરિસરમાં ડિજિટલ સ્ક્રીનથી પણ દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે. મંદિર પરિસરમાં ભીડ ન થાય તેના માટે ખુબ જ તકેદારી રાખવામાં આવશે. દર્શનાર્થીઓ માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જનમાષ્ટમીના દિવસે સવારે 0૪:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે
ત્યારબાદ 0૭:30 વાગ્યે ભગવાનને વૃંદાવન થી આવેલ વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવશે .ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં વરિષ્ઠ ભકતો દ્વારા કૃષ્ણ કથા કરવામાં આવશે . અને ત્યારબાદ સવારે ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે.મંદિરના ગર્ભગૃહને ૪00 કિલોથી વધુ વિવિધ જાતના ફૂલોથી શણગારવામાં આવશે. સમગ્ર મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરના ભક્ત પ્રહલાદ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સાંજે મંદિરની પાછળ ગાર્ડનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. રાત્રીના ૧૧:૩૦ કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ પ્રકારના ફળોના રસો દ્વારા મહા-અભિષેક કરવામાં આવશે અને પછી ૧ર:30 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને ૬00થી વધારે વિવિધ વાનગીઓ જેમ કે મૅક્સિકેન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે. જન્માષ્ટમીના દિવસે તમામ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નંદોત્સવના દિવસે મંદિર પ્રસાશન દ્વારા ૧0,000 લોકોનું ભંડારા- પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીના ૧ર૮મો આવિર્ભાવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે. અને બપોરે ૧ર વાગ્યે તમામ ભક્તો માટે પ્રસાદ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.
