રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ

Spread the love

 

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. બિલા, સરેરા, ઉગલવાણ, શાન્તીનગર, તાતણીયા, કરલા, રાણપરડા, ડુગરપર, બેડા, દેપલા, છાપરીયાળી, અયાવેજ, કોબાડીયા, વીરપર, માતલપર અને જેસર ધોધમાર વરસાદની શરૂઆતથી બિલા ગામની બજારોમાં નદી જેવા દ્રશ્ય જોવા મળ્યા. ઉનાના ખત્રીવાડા ગામમાંથી પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી.
ઉપરવાસ વરસાદ થી ગ્રામ્ય વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. કીમ ચારરસ્તા નજીક ફિરદોષ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. ગટર લાઇન બ્લોક થતા ગટરિયા પાણી પણ ઉભરાઈ રહ્યા છે. મોપેડ,બાઇક,રિક્ષા સહિતના વાહનો પાણીમાં બંધ થઈ રહ્યા છે. કેશોદમાં મુખ્ય માર્ગો ખાસ કરીને બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. આ પાણી કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં પ્રવેશ્યું છે. ​પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં 87.83 mm સરેરાશ વરસાદ નોંધાયો છે. જેને લઈને મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં આજે સવારે 10 કલાકે ડેમનું લેવલ 76.05 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 48,838 ક્યુસેટ પાણીની આવક થઈ છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 1.50 મીટરે ખોલી ડેમમાંથી સવારે 9 વાગ્યાથી તબક્કાવાર 1 લાખ ક્યુસેટ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેશોદ શહેરમાં આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે,ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને, કૃષ્ણનગર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બગડુ નજીક આવેલ બંધૂકયો નદીમાં ઘોડાપૂર, કોઝવે પર પાણી ફરીવડીયા છે. નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હાલ તો તમામ પ્રકારનો વાહન વ્યવહાર થપ થઈ ચૂકયો છે. ઉપરવાસ વરસાદના કારણે ઉપર બનાવેલા ડ્રાઇવર ઝોન ધોવાઈ જવાના કારણે. મહુવા સાવર કુંડલા રોડ નેસવડ ગામ પાસેથીજ બંધ થઈ ચુક્યો છે રોડ પર મોટા પ્રમાણ મા વરસાદી પાણી ભરાય જવાનાના કારણે સમશ્યા સર્જાય છે. પાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે તે હાલમાં 8.32 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ભયજનક સપાટી કરતાં અંદાજે અઢી મીટર વધારે છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *