• ૧૮ વર્ષના યુવાનને મતાધિકારથી ભારતની લોકશાહીને યુવાન બનાવવાનો શ્રેય રાજીવજીને જાય છેઃ અમિત ચાવડા
• સત્તાના વિકેન્દ્રીકરણથી પંચાયતના પાયા મજબુત કરી ગામડાના માણસના હાથમાં સ્થાનિક સ્વરાજની સત્તા આપવાનું શ્રેય પણ રાજીવજીને જાય છેઃ અમિત ચાવડા
• ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, તેલબીયા, શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય ઈન્ટરનેટ કે જેના થકી વિશ્વ સાથે સીધો સંવાદ સ્થાપીને ભારત એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છેઃ અમિત ચાવડા
અમદાવાદ
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ પત્રકારો સાથે સંવાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સંચાર ક્રાંતિના પાયાથી સમગ્ર વિશ્વ સાથે ભારતના જન જનને જોડવાનો શ્રેય જેના શીરે જાય છે એવા રાજીવજી એ આધુનિક ભારતના વિચારનો પાયો હિન્દુસ્તાનમાં નાખ્યો અને તે સંચાર ક્રાંતિથી આજ ભારતમાં એક ગામડામાં ગરીબના ઝુપડીએ જન્મતુ બાળક મુઠ્ઠીમાં મોબાઈલથી સમગ્ર વિશ્વની સફર કરવા સફળ બન્યો છે. આદરણીય રાજીવજીએ દેશનો ૫૦ ટકા હિસ્સો મહિલાઓ છે તેને રાજનીતિની અંદર ભાગીદાર બનાવવા માટે અને યુવાનાનો સામેલ કરવા માટે બંધારણમાં સુધારા કર્યા અને દેશને ૨૧મી સદીમાં લઈ ગયા. અનેક દેશના નાગરિકોના દિલમાં તેમણે રાજ કર્યું. ૧૮ વર્ષના યુવાનને મતાધિકારથી ભારતની લોકશાહીને યુવાન બનાવવાનો શ્રેય રાજીવજીને જાય છે. સત્તાના વિકેન્દ્રીકરણથી પંચાયતના પાયા મજબુત કરી ગામડાના માણસના હાથમાં ગામની સત્તા આપવાનું શ્રેય પણ રાજીવજીને જાય છે. ૧૯૮૭માં ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિઓને ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, તેલબીયા, શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરી અને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા. જેના ફળ સ્વરૂપ આજે દેશના યુવાઓના હાથમાં મોબાઈલ અને મોબાઈલમાં ઈન્ટરનેટ છે જેના થકી વિશ્વ સાથે સીધો સંવાદ સ્થાપી શકાયો છે. ભારત એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા. ભારતરત્ન, યુવા વડાપ્રધાનશ્રી રાજીવજીની જન્મજયંતી નિમિતે દેશના કરોડો યુવાનો- ભારતીયો તેમને શત શત નમન-વંદન કરે છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ભારતરત્ન સ્વ. રાજીવ ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
