I.N.D.I.Aના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી

Spread the love

 

વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીએ આજે ગુરુવારે પોતાની ઉમેદવારી નોંધાવી. સોનિયા ગાંધી, રાહુલ ગાધી, ખડગે સહીત વિપક્ષના અનેક નેતાઓની હાજરીમાં બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી હતી. રેડ્ડીએ પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. રેડ્ડીનો મુકાબલો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે છે. ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો દક્ષિણના છે. રાધાકૃષ્ણને બુધવારે પોતાની ઉમેદવારી નોંધાવી. 79 વર્ષીય રેડ્ડી ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ગોવાના પ્રથમ લોકાયુક્ત રહી ચૂક્યા છે. તેઓ આંધ્રપ્રદેશના છે. 2007માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 9 સપ્ટેમ્બરે થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. 25 ઓગસ્ટ સુધી ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી શકાશે. ખરેખરમાં, 21 જુલાઈની રાત્રે જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો.
એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પોતાની ઉમેદવારી નોંધાવી નામાંકન હતી. પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ પ્રસ્તાવક બન્યા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલાં, રાધાકૃષ્ણને સંસદ સંકુલમાં સ્થિત ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 17 ઓગસ્ટના રોજ યોજાયેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ બની હતી. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદમાં રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી હતી.
લોકસભામાં કુલ સાંસદોની સંખ્યા 542 છે. એક બેઠક ખાલી છે. NDA પાસે 293 સાંસદ છે. તેવી જ રીતે રાજ્યસભામાં 245 સાંસદો છે. 5 બેઠક ખાલી છે. NDA પાસે 129 સાંસદો છે. ધારો કે ઉપરાષ્ટ્રપતિ માટે નામાંકિત સભ્યો પણ NDA ઉમેદવારની તરફેણમાં મતદાન કરશે. આ રીતે, શાસક ગઠબંધનને કુલ 422 સભ્યોનું સમર્થન છે. બહુમતી માટે 391 સાંસદના સમર્થનની જરૂર છે. ઓગસ્ટ 2022માં NDA ઉમેદવાર જગદીપ ધનખરને 528 મત મળ્યા હતા તેમજ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને ફક્ત 182 મત મળ્યા હતા. ત્યારે 56 સાંસદોએ મતદાન કર્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *