“થેલીમેનનો તરખાટ”, ઘર ઘર સુધી પહોંચી ‘માય થેલી’, ૩૭૦૦થી વધારે નાગરિકોએ અપનાવી, પ્લાસ્ટિક થેલી ડીલેટ, કપડાની સિલેક્ટ

Spread the love

 

 

અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાએ અંકિતની ફાટેલા તૂટેલા કપડાની આઈડિયાને સરકારનું પ્રોત્સાહન

“થેલીમેનનો તરખાટ”, ઘર ઘર સુધી પહોંચી ‘માય થેલી’, ૩૭૦૦થી વધારે નાગરિકોએ અપનાવી, પ્લાસ્ટિક થેલી ડીલેટ, કપડાની સિલેક્ટ


ચેરમેન અંકિત બારોટની ફાટેલા, તૂટેલા કપડાં જેમાં વેસ્ટમાંથી બેસ્ટ સૌથી શ્રેષ્ઠ આઈડિયા મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારી તથા પ્રભારીને ગમી ગઈ, આ આઈડિયાનું લોન્ચ દરેક મહાનગરપાલિકા સુધી દોડાવવા સરકારે કવાયત કરી, અંકિત બન્યા ગુજરાતના “થેલી મેન”, જુના કપડાં આપીને વાસણો લેતી મહિલાઓ સ્ટોપ થઈને થેલીઓ બનાવડાવી, ઘરે ઘરે થેલીઓનો ખજાનો લાવનાર અંકિત તેવા “થેલીમેન”


 

વેસ્ટમાંથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ, કચરામાંથી કંચન “થેલીમેન”

 

 

 

ગાંધીનગર

ગાંધીનગરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ તબક્કાવાર સંપૂર્ણપણે બંધ થાય અને લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની મહિલાઓની મદદથી માથ ચેલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. લોકોના ઘરમાં પડેલા બિનઉપયોગી કપડામાંથી આકર્ષક ઘેલી બનાવી આપવાના આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૩૩થી વધુ કેમ્પમાં કુલ ૩૭૦૦ જેટલા નાગરિકોએ થેલી બનાવડાવી છે. લોકોના સારા પ્રતિસાદના પગલે પરમેનન્ટ સેન્ટર શરૂ કરવાથી લઈને વધુ એક રાઉન્ડમાં તબક્કાવાર કેમ્પ કરવાના આયોજન થઈ રહ્યા છે.
સેનીટેશન કમિટીના ચેરમેન અંકિત બારોટે કહ્યું કે ગાંધીનગરમાં શાકભાજી- કરિયાણાથી લઈને નાની મોટી ચીજવસ્તુની ખરીદી માટે લોકો દ્વારા કરવામાં આવતા પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે. માથ ઘેલી વર્કશોપમાં સખી મંડળની બહેનો દ્વારા
નાગરિકોના જૂના કપડાંમાંથી વિવિધ ડિઝાઈન સાથેની આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવે છે. દરેક વોર્ડમાં અગાઉ આ માટેના કેમ્પ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *