સાઉથનાં સુપર સ્ટાર વિજયનાં બાઉન્સરે રાજકિય કાર્યકર્તાને ધકકો મારતા ગંભીર ઈજા પહોંચી

Spread the love

 

સાઉથના દિગ્ગજ સુપરસ્ટાર વિજય સામે મદુરાઈમાં એક ઈવેન્ટ દરમિયાન TVK workerને બાઉન્સરો દ્વારા બળજબરીથી ધક્કો મારીને નીચે પછાડ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિત સરથ કુમારે આરોપ લગાવ્યો છે કે, 20 ઓગસ્ટના રોજ મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમના બીજા રાજ્ય પરિષદ દરમિયાન તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમની છાતીમાં ઈજા પહોંચી હતી. સરથકુમારે પેરામ્બલુર એસપીની ઓફિસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ કુન્નમ પોલીસે વિજય અને તેના બાઉન્સરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
તાજેતરમાં, મદુરાઈ જિલ્લાના પારાપથીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના બીજા રાજ્ય સમ્મેલનમાં એક્ટર વિજયે ભાગ લીધો હતો, હવે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટીવીકેની રેલીમાં ભીડ સાથે કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં વિજય અને અન્ય 10 લોકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમ્મેલન દરમિયાન વિજયના બાઉન્સરોએ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે કાર્યકર્તા શરથકુમારને બળજબરીથી ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા હતા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *