APK FILE સ્કેમ : ગરબા સહિતના ઈવેન્ટના ‘પાસ’માં સાયબર ફ્રોડ સામે ચેતવણી, ડિસ્કાઉન્ટ ટિકીટ અથવા કયુઆર કોડની એન્ટ્રીના નામે પર્સનલ ડેટા ચોરાઈ શકે!

Spread the love

APK FILE સ્કેમ :


ગરબા સહિતના ઈવેન્ટના ‘પાસ’માં સાયબર ફ્રોડ સામે ચેતવણી,

ડિસ્કાઉન્ટ ટિકીટ અથવા કયુઆર કોડની એન્ટ્રીના નામે પર્સનલ ડેટા ચોરાઈ શકે!

 

 

 

ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને આ ફ્રોડ કરનારા નવા નવા માર્ગે લોકોના બેન્ક ખાતા ખાલી કરી રહ્યા છે તે સમયે ગુજરાત પોલીસે હવે રાજયમાં ગરબા સહિતના હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ આવી રહ્યા છે તે સમયે ગુજરાત પોલીસે હવે APK File સ્કેમ સામે લોકોને સાવધ કર્યા છે. સાયબર ફ્રોડ કરનારા આગામી સમયમાં આવી રહેલા પોશ-ગરબા સહિતના મહોત્સવ જેમાં ટિકીટ કે ‘પાસ’ મેળવવામાં પણ ‘નસીબ’ અને ‘નાણા’ની ભૂમિકા મહત્વની હોય છે તે સમયે સ્કેમર આ પ્રકારના ઈવેન્ટનો ઉપયોગ કરી તમારા બેન્ક ખાતામાંથી નાણાની તફડંચી કરી શકે છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં જે પ્રિમીયમ ઈવેન્ટ હોય છે તેમાં ટાર્ગેટ કરી શકે છે. આ પ્રકારના ગરબાના ‘પાસ’ અત્યંત ઉંચી કિંમતના હોય છે. તમો બોગસ ટિકીટ કે પાસ ખરીદો તો થોડી જ રકમ ગુમાવો છો પણ આ APK ફાઈલ પ્રકારના ફ્રોડમાં તમારુ બેન્ક ખાતુ ખાલી થઈ શકે છે.
ગુજરાતમા સાયબર ફ્રોડ સામે નવી સાયબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તે સમયે અમદાવાદ પોલીસ સાયબર સેલના ડીસીપી લવીના સિંહા એ એક વાતચીતમાં જણાવ્યું કે ખાસ કરીને આ પ્રકારના ગરબા મહોત્સવમાં યુવા વર્ગ સૌથી વધુ જોડાતા હોય છે અને તેને ટાર્ગેટ કરાય છે. ગુજરાતમાં સીઆઈડી ક્રાઈમમાંથી અલગ કરીને નવી આધુનિક લેબ સામેની સાયબર ફોર્સ ઉભી કરવામાં આવી છે. જેમાં હવે 150 જેટલા સાયબર નિષ્ણાંતો પણ જોડાશે પણ મહત્વપૂર્ણ રીતે હવે બોગસ પાસ કે બોગસ ટિકીટ પ્રિન્ટ કરીને કાળાબજારમાં વેચવાનું જોખમ લેવાના બદલે એપીકે ફાઈલ્સ જેવી મુક્તિ અપનાવે છે. તમારા ફોનમાં મફત કે ડિસ્કાઉન્ટ રેટ પર પાસ-ટિકીટના મેસેજ સાથે લીંક આવે છે જેથી તમો આ લીંક કલીક કરો કે તમારો ફોન હેક થઈ જાય છે અને તેનાથી તમારા બેન્ક ખાતા સુધી પહોંચી જવાય છે. તમારા પર્સનલ ડેટા હેક થાય છે પછી તમોને તેના આધારે ખંડણીના ફોન આવે છે. આ ઉપરાંત સાયબર નિષ્ણાંતના જણાવ્યા મુજબ તમારે આ પ્રકારના ઈવેન્ટમાં એન્ટ્રી માટે કયુઆર કોડ જે તમારા ફોનમાં મોકલાયો હોય છે તે સ્કેન કરવા કહેવાય છે. તમો સ્કેન કરો એટલે એન્ટ્રી તો મળી જશે પણ તે કયુઆર કોડ મારફત તમારા બેન્ક ખાતામાંથી નાણા પણ ટ્રાન્સફર થઈ જશે. તમો ગરબા મહાલવામાં મશગુલ હશો તમારુ બેન્ક ખાતુ ખાલી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *