
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી અમલી બનાવેલા ભારત પરના 50% ટેરીફની અસર પ્રથમ દિવસથી જ શરૂ થઈ છે. ભારત સરકાર આ ટેરીફ સામે કઈ રીતે 50% ટેરીફની અસર પ્રથમ દિવસથી જ શરૂ થઈ છે. ભારત સરકાર આ ટેરીફ સામે કઈ રીતે મુકાબલો કરી ઘરઆંગણે ઉત્પાદન-રોજગાર વિ.ને અસર ન થાય તે માટેના વ્યુહો ગોઠવી રહી છે પણ આ ટેરીફ ભારતના અમેરિકા ખાતેની નિકાસના 60 બીલીયન ડોલરની નિકાસ પર અસર કરશે. ખાસ કરીને ટેક્ષટાઈલ રેડીમેઈડ ગારમેન્ટ, જેમ્સ-જવેલરી દરિયાઈ પેદાશ- કારપેટ અને ફર્નીચર ઉદ્યોગને મોટું નુકશાન જશે જેની 70% નિકાસ અમેરિકામાં થાય છે પણ આ ટેરીફ આવી રહ્યા છે તે નિશ્ચિત બનતા જ નિકાસલક્ષી એકમો સાવધ થઈ ગયા હતા. ધ ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટના જણાવ્યા મુજબ તિરૂપતી નોઈડા સુરત સહિતના કેન્દ્રમાં જયાં ટેક્ષટાઈલ-ગારમેન્ટ ઉદ્યોગ નિકાસ પર આધારિત છે ત્યાં ફેકટરીઓમાં ઉત્પાદન થંભાવી દેવામાં આવ્યું છે તેમાં 50% ટેરીફ વચ્ચે અમેરિકામાં નિકાસ કરી શકે તેમ નથી.
ખાસ કરીને વિયેતનામ-બાંગ્લાદેશ પર ઓછા ટેરીફ છે જે અગાઉ જ ભારતના સ્પર્ધક બની ગયા હતા તે આજે હવે વધુ લાભની સ્થિતિમાં છે. સમુદ્રી-ખાદ્ય પદાર્થ- સી ફુડ જે અમેરિકી માર્કેટમાં 40% હિસ્સો ધરાવે છે તેની નિકાસ થંભી ગઈ છે અને તેના કારણે દરિયાઈ ખેડુતો- નિકાસકારોને મોટો ફટકો પડયો છે. એક વખત નિકાસ બજારમાં ટેરીફ ઘુસી જાય પછી કદાચ ટેરીફ-નીચા જાય તો આ પછી તેને છૂટ કરવા મુશ્કેલ બની જશે. કોફેડરેશન ઓફ ઈન્ડીયન ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા મુજબ ટેક્ષટાઈલ ઉત્પાદકો હવે સરકાર સામે જુએ છે પણ જે કઈ પગલા લેવાય તેની અસર પડતા પણ લાંબો સમય થશે. સરકાર પણ આ તબકકે કેટલું કરી શકે છે તે મહત્વનું છે. ખાસ કરીને રોજગારનો પ્રશ્ન ઉભો થશે. બીજી તરફ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનો રીસર્ચ સપોટ કહે છે. 50% ટેરીફથી 45 અબજ ડોલરની નિકાસ પ્રભાવિત થશે. ભારત હાલ વ્યાપાર સરપ્લસ છે જે બાદમાં બદલાઈ જશે. ભારતીય ઉત્પાદનો સ્પર્ધાત્મક સ્થિતિમાં રહેશે નહી અને ચીન, ઈન્ડોનેશિયા, વિયેટનામ, જાપાન જેવા દેશો લાભ લઈ જશે. જેમ્સ-જવેલરી ક્ષેત્ર 28.5 અબજ ડોલરની નિકાસ કરે છે જે અડધી થઈ જશે.