
રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનાર સૌથી મોટા ખરીદનારાઓ પૈકી ભારતના રિફાઈનર આગામી સપ્તાહમાં પોતાની ખરીદીમાં કપાત મૂકવાની યોજના બનાવી રહ્યા છે. આ અમેરિકી ટેરિફમાં વધારાના એક દિવસ પહેલા વોશિંગ્ટનના નીતિ નિર્માતાઓ માટે આ એક મામુલી રાહતની ખબર છે, સાથે સાથે એ વાતનો પણ સંકેત છે કે ભારતની મોસ્કો સાથે સંબંધ તોડવાની કોઈ યોજના નથી.
જાણકારી મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત સરકારી અને ખાનગી રિફાઈનર ઓકટોબર અને ત્યારબાદ લોડીંગ માટે દરરોજ 1.4 મિલિયનથી 1.6 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ ખરીદશે. સૂત્રો મુજબ આની તુલનામાં વર્ષની પ્રથમ 6 માસિકમાં સરેરાશ 1.8 મિલિયન બેરલની દરરોજ ખરીદી થઈ હતી. ભારત સાથે વેપારનું નુકસાન ઓછું કરવા માટે ઉત્સુક ટ્રમ્પ પ્રશાસને રશિયાની સાથે સાથે ભારતના ઉર્જા વ્યાપાર પર દબાણ વધારી દીધું છે. જેમાં આજથી લાગુ થનાર અમેરિકી ટેરિફને ડબલ કરવાનું પણ સામેલ છે.