

જિલ્લાની 16 ગ્રામ પંચાયતોના મકાનો ચાર દાયકા જેટલો સમય થવાથી હાલમાં તેની જર્જરીત હાલત થઇ ગઇ છે. ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતોના જર્જરીત મકાનોને ઉતારીને તેને બદલે નવા મકાનો બનાવવા માટે રૂપિયા 4.58 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવી છે. તેમાં વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવાની ગ્રાન્ટ આપવામાં આવે છે.
રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા ગ્રામ પંચાયતોના મકાનો જર્જરીત હાલતમાં હોય તો તેને ઉતારીને નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં ગામની વસ્તીના આધારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રૂપિયા 25 લાખથી રૂપિયા 40 લાખ સુધીની ગ્રાન્ટ અલગ અલગ સ્લેબમાં આપવામાં આવે છે. ત્યારે જિલ્લાની 16 ગ્રામ પંચાયતોના જર્જરીત મકાનોને રૂપિયા 4.58 કરોડના ખર્ચે નવા બનાવવા માટે ટેન્ડરીંગ સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ગ્રામ પંચાયતોના નવા મકાનો બનાવવામાં આવનાર છે. તેમાં જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા, હરસોલી, દેવકરણના મુવાડા, ઇસનપુર ડોડિયા, પાલુન્દ્રા ગામ છે. ગાંધીનગર તાલુકાના સાદરા, ઇસનપુર મોટા, ધણપ, વાસન, ચિલોડા(ડ) ગામોનો સમાવેશ થાય છે.
જ્યારે કલોલ તાલુકાના શેરીસા, પાનસર, જાસપુર ગામો તો માણસા તાલુકાના પડુસ્મા, સમૌ અને પરબતપુરા ગામની ગ્રામ પંચાયતોના જર્જરીત મકાનોને તોડી પાડીને તેની જગ્યાએ નવા બનાવવામાં આવશે. પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા સાદરા ગ્રામ પંચાયત, ચિલોડા(ડ) ગ્રામ પંચાયત, શેરીસા ગ્રામપંચાયત, પાનસર ગ્રામ પંચાયત અને સમૌ ગ્રામ પંચાયતના નવા મકાન માટે 34.83 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
જ્યારે બાકીના 10 ગામોની ગ્રામ પંચાયતોના મકાન માટે રૂપિયા 25 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.જિલ્લાની 16 ગ્રામ પંચાયતોના મકાનો ચાર દાયકા જેટલો સમય થવાથી હાલમાં તેની જર્જરીત હાલત થઇ ગઇ છે. ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતોના જર્જરીત મકાનોને ઉતારીને તેને બદલે નવા મકાનો બનાવવા માટે રૂપિયા 4.58 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવી છે. તેમાં વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જર્જરિત મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં આવી ગયા હોવાથી તેના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવતા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવી છે.