
એસ ટી નિગમ દ્વારા હાલમાં ડ્રાઇવરોની ભરતીની કામગીરી ચાલી રહી છે. પરંતું મંથર ગતિએ ચાલતી ભરતીની કામગીરીમાં હજુય પ્રેક્ટિકલ ડ્રાઇવીંગ ટેસ્ટની પરીક્ષા લેવાની બાકી છે. ત્યારે ગત તારીખ 5મી, મે-2025થી 16મી, ઓક્ટોબર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટનું આયોજન કરાયું હતું. પરંતું વચ્ચે ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રાખ્યો હતો. તે ડ્રાઇવીંગ ટેસ્ટ સપ્ટેમ્બર માસમાં યોજવાનું એસ ટી નિગમે નક્કી કરાયું છે. તેના માટે ઉમેદવારોને લેટર લખીને સ્થળ, તારીખ અને સમયની જાણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત રાજ્યભરના ડેપોમાં ડ્રાઇવર અને કંડક્ટરની ઘટ વધુ હોવાથી ડ્રાઇવર અને કંડક્ટર કર્મચારીઓને ઓવર કામગીરી કરવાની ફરજ પડી રહી છે. ત્યારે તેવા કિસ્સાઓમાં એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવરની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ડ્રાઇવીંગ ટેસ્ટ મે-2025થી ઓક્ટોબર-2025 સુધી લેવાનું આયોજન કરાયું હતું. પરંતું અગમ્ય કારણસર ડ્રાઇવીંગ ટેસ્ટ લેવાની કામગીરીને બંધ રાખવામાં આવી હતી.
આથી ભરતી માટે ક્વોલિફાઇ થયેલા ઉમેદવારો ડ્રાઇવીંગ ટેસ્ટ સપ્ટેમ્બર માસમાં યોજવાનું આયોજન કરાયું છે. ડ્રાઇવીંગ ટેસ્ટ કઇ તારીખે અને કેટલા કલાકે તેમજ કયા સ્થળે યોજાશે સહિતની માહિતી ઉમેદવારોને પત્રના માધ્યમથી કરવામાં આવી છે. જોકે ડ્રાઇવરોની ઘટ હોવા છતાં ભરતીમાં મંથર ગતિ દુર થાય અને કામગીરી ઝડપી બને તે દિશામાં નક્કર કામગીરી એસ ટી નિગમ દ્વારા કરવામાં આવે તેવી આશા ઉમેદવારો રાખી રહ્યા છે.
જોકે જે ઉમેદવારોના ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રાખવામાં આવ્યું હતું. તે અંગેની ઉમેદવારનું નામ, તારીખ, સમય અને સ્થળ સહિતની વિગતો સાથેનો પત્ર ઉમેદવારોને મોકલવામાં આવ્યો હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.એસ ટી નિગમ દ્વારા હાલમાં ડ્રાઇવરોની ભરતીની કામગીરી ચાલી રહી છે. પરંતું મંથર ગતિએ ચાલતી ભરતીની કામગીરીમાં હજુય પ્રેક્ટિકલ ડ્રાઇવીંગ ટેસ્ટની પરીક્ષા લેવાની બાકી છે. ત્યારે હવે ઉમેદવારોની આતુરતાનો અંત આખર આવ્યો છે અને પરીક્ષાની તારીખ નક્કી થઇ છે.