સેક્ટર-13માં હાઉસિંગ બોર્ડની જૂની વસાહતના પુનર્વિકાસ માટે 28 કરોડના TDR રાઈટ્સ અપાયા

Spread the love

 

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં પ્રથમવાર ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) સર્ટિફિકેટ જારી કર્યા છે. સેક્ટર-13માં આવેલા હાઉસિંગ બોર્ડના પુષ્પક એપાર્ટમેન્ટના પુનર્વિકાસ માટે 28 કરોડ રૂપિયાના ટી.ડી.આર. આપવામાં આવ્યા છે.

180 LIG આવાસોમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરી શકશેઃ આ એપાર્ટમેન્ટમાં 180 એલ.આઈ.જી. આવાસો છે. સરકારની ‘રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ પોલિસી-2016’ અંતર્ગત આ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે. જેના પગલે વિકાસકર્તાઓ આ ટી.ડી.આર.નો ઉપયોગ કરીને શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ બનાવી શકશે.

વિકાસકર્તાઓ TDRને ખુલ્લા બજારમાં વેચી શકશેઃ ઉપરાંત રાયસણ, સરગાસણ, રાંદેસણ, કોબા, પેથાપુર, રાંધેજા અને કોલાવડા જેવા વિસ્તારોમાં આધુનિક રહેણાંક યોજનાઓ વિકસાવી શકાશે. વિકાસકર્તાઓ ટી.ડી.આર.ને ખુલ્લા બજારમાં વેચી પણ શકશે. આગામી પાંચ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા 100 કરોડથી વધુના ટી.ડી.આર. જારી કરવાનું આયોજન કરાયું છે.

બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોજગારીની નવી તકઃ આ પહેલથી શહેરમાં રોકાણને પ્રોત્સાહન મળશે. બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે. જૂની વસાહતોના પુનર્વિકાસથી શહેરનું આધુનિકીકરણ થશે. આ પગલું ગાંધીનગરને અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરોની હરોળમાં લાવવામાં મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *