પક્ષમાં હવે જૂના કાર્યકર્તાઓનું માન સન્માન નથી : કોંગ્રેસમાંથી આવેલાઓનો દબદબો : ભાજપમાં વધુ એક લેટર બોમ્બ

Spread the love

 

 

ગુજરાત ભાજપમાં લાંબા સમયથી જે અસંતોષની સ્થિતિ બની રહી છે અને વર્તમાન તથા પુર્વ ધારાસભ્યો પણ હવે પક્ષમાં કે સરકારમાં તેઓનું કોઈ સાંભળતા જ નહી હોવાની ફરિયાદો સતત કરી રહ્યા છે. તેઓ હવે કપડવંજના પુર્વ ધારાસભ્ય કેશુભાઈ ડાભીએ પણ લેટર બોમ્બ ફોડયો છે. તેઓ પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તા હોવા છતાં પણ સ્થાનિક સ્તરે તથા મોવડીઓ દ્વારા સતત તેમની ઉપેક્ષા થઈ રહી હોવાનો વસવસો કર્યો છે. શ્રી ડાભી પુર્વ ધારાસભ્ય ઉપરાંત જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપના પુર્વ ઉપપ્રમુખ સહિતના પદો પર રહી ચૂકયા છે.
તેમનો એક આક્રોશ વ્યક્ત કરતો પત્ર મહુધા વિધાનસભા ગ્રુપમાં વાયરલ થયો છે જેમાં આ વિસ્તારમાં વિકાસ કાર્યોનું સંકલન જ મળતું નથી. પક્ષમાં હવે કોંગ્રેસમાંથી આવેલા લોકોનો દબદબો વધી ગયો છે. પાર્ટી માટે કામ કરનારા જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. તેઓએ આ કુટુંબ વ્યક્તિગત નહી પક્ષ તેમના જેવા હજારો કાર્યકર્તાઓનું હોવાનો દાવો કર્યો છે અને તેમના આ પત્રને આ વિસ્તારમાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તેમનો વિશાળ ટેકેદાર વર્ગ છે. તેઓએ પ્રથમ વખત કઠલાલ ધારાસભા બેઠક ભાજપ માટે જીતી હતી અને બાદમાં નવા સિમાંકન બાદ 2012માં શંકરસિંહ વાઘેલા સામે પરાજીત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *