
ભારતનો હીરા ઉદ્યોગ કે જે દુનિયાનો સૌથી મોટો કટીંગ અને પોલીશીંગ હબ માનવામાં આવે છે, તે હાલમાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે, ચીનની નબળી માંગને લઈને પહેલાથી જ આ કારોબાર બે દાયકાના નીચલા સ્તરે હતો, હવે ટ્રમ્પ દ્વારા ટેરિફ બે ગણો કરવાથી તેની પહોંચ અમેરિકાની બજારો સુધી કઠિન થઈ ગઈ છે. ગુજરાતનું સુરત કે જયાં દુનિયાના 80 ટકાથી વધુ કાચા હીરા કટ અને પોલીશ થાય છે ત્યાં ઝડપથી ઓર્ડર ઘટી રહ્યા છે.
અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત બાદ વેપારીઓ ચિંતીત છે, સુરત ડાયમંડ બોર્સ, જેને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ માનવામાં આવે છે, ત્યાં 4700 થી વધુ ઓફિસો વેચાઈ ચૂકી છે, હાલ 250થી પણ ઓછી ઓફિસ બચી છે. જયારે અનેક કંપનીઓએ આ ઈમારતમાં શિફટ થવાની યોજના ટાળી દીધી છે.
ડિસેમ્બર 2023માં વડાપ્રધાન મોદીએ 6.7 મિલિયન વર્ગ ફુટમાં ફેલાયેલ સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન કર્યુ હતું. જે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનથી પણ મોટું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં દુનિયાભરના હીરાને કોતરવાનું કામ થાય છે, અહી લગભગ 5000 ડાયમંડ કટિંગ અને પોલીશીંગ યુનિટ છે જેમાં લગભગ 8 લાખ કારીગરો કામ કરે છે. આથી આ શહેરના મહત્વનો અંદાજ લગાવી શકાય છે કે દુનિયામાં તૈયાર 10 હીરામાંથી 9 હીરાનું અહીં પોલીશીંગ થાય છે.
કામકાજના દિવસો ઘટાડયા: માંગ નબળી પડવાથી અનેક કંપનીઓ કામના કલાકો ઘટાડી રહી છે. જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સમજુતી ન થાય તો દોઢથી બે લાખ મજૂરો બેકાર થઈ શકે છે.
અમેરિકામાં સૌથી મોટું બજાર: કટીંગ અને પોલીશીંગ એકમો સાથે જ હીરા વેપારીઓ માટે અમેરિકા સૌથી મોટું નિકાસ સ્થાન છે. ભારતમાં પોલીશ કરાયેલા દર દસમાંથી ત્રણથી વધુ હીરા અમેરિકી બજારોમાં પહોંચે છે.
વિકલ્પ શોધે છે વેપારી: નાના વેપારીઓ પાસે આ ઝટકાથી બહાર નીકળવાના વિકલ્પ સીમીત છે. જયારે કેટલીક મોટી કંપનીઓ બોત્આના જેવા દેશોમાં ઉત્પાદન સ્થળાંતરીત કરી શકે છે. અહી ટેરિફ માત્ર 15 ટકા છે.