ફરિયાદ:સરગાસણમાં બાંધકામ સાઇટ પર રહેતી સગીરાને યુવક ભગાડી ગયો

Spread the love

 

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં નવી બની રહેલી બાંધકામ સાઇટ ઉપર એક સગીરા તેના પિતા સાથે રહેતી હતી. સગીરાના પિતા અમદાવાદ કામ અર્થે ગયા બાદ સગીરા સાઇટ ઉપર જોવા મળી ન હતી. જેથી તેના પિતાને જાણ કરતા સાઇટ ઉપર આવી ગયા હતા અને તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, અન્ય સાઇટ ઉપર કામ કરતો યુવક પણ ગાયબ છે, જેથી તેના ઘરે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, યુવક સગીરાને ભગાડી ગયો છે. જેથી તેની સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં આવેલી રોજવીલ સાઇટ ઉપર એક રાજસ્થાની પરિવાર મજુરી કરતો હતો. પિતા સાઇટ ઉપર કામ કરતા હતા અને દીકરી જમવાનુ બનાવવા સહિતની કામગીરી કરતી હતી. ત્યારે ગત રોજ સગીર દીકરીના પિતા કામ શોધવા માટે અમદાવાદ ગયા હતા. તે દરમિયાન દીકરી સાઇટ ઉપર એકલી હતી, જ્યારે બપોર થતા સાઇટ ઉપરથી દીકરીના પિતાને ફોન કરીને માહિતી આપી હતી કે, તમારી દીકરી જોવા મળતી નથી. જેથી પિતા સીધા સાઇટ ઉપર આવી ગયા હતા. સાઇટ ઉપર આવ્યા બાદ દીકરીની શોધખોળ કરવામાં આવી હતી, તે દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, રાજસ્થાનના ડુંગરપુરના ઉટીંયા જોત્રી ગામનો વિષ્ણુ કાંતિભાઇ ખરાડી પણ સાઇટ ઉપર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *