

ગાંધીનગર
ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું .બિહારમાં PM નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ઘ-5 સર્કલ નજીક રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન વડાપ્રધાન અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અસ્વીકાર્ય ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન 140 કરોડ દેશવાસીઓના નેતા છે. તેમણે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને વોટ ચોરી અભિયાન ગણાવી હતી. વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ જોડાયા. આ પ્રસંગે ભાજપના સંગઠન પદાધિકારીઓ, વિવિધ મોર્ચા અને સેલના હોદ્દેદારો, દરેક વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ સોશિયલ મીડિયા અને આઈટી વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ‘હાય હાય રાહુલ ગાંધી’ના નારા લગાવવામાં આવ્યા હતા.