‘પાટીલના લોકસભા મતવિસ્તારમાં 30,000 ખોટા મતદાર’: કોંગ્રેસ

Spread the love

CM ભૂપેન્દ્રભાઈની વિધાનસભામાં પણ તપાસ કરીશું, ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

ગત 7 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં થયેલી ગેરરીતિ પર 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યાર બાદ દેશભરમાં વોટ ચોરીને મુદ્દો બનાવ્યો છે. આ જ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો ડેટા રજૂ કર્યો હતો. જેમાં તેમણે 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું કે-આગામી સમયમાં મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે. જો આખા ગુજરાતની તપાસ કરીએ તો 62 લાખ મતદારની ચોરી પકડાશે.

તેમણે કહ્યું હતું કે અમે ગુજરાતની મતદારયાદીની ચકાસી હતી, જેમાં ખૂબ ખામી સામે આવી છે. એક વ્યક્તિ અનેક વોટ નાખે છે, જેના કારણે પરિણામ બદલાઈ જાય છે. લોકશાહીને ખતમ કરવા ચોરને ખુલ્લા પાડીએ છીએ. નવસારી લોકસભા બેઠકની મતદારયાદી તપાસી હતી.

અનેક બૂથોના દાખલા જોવા મળ્યા છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને દેશના કેબિનેટ મંત્રીના લોકસભામાંથી ચોરી પકડાઈ છે. આખા ગુજરાતમાં આવું ષડયંત્ર ચાલે છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ભાજપના છે. પ્રદેશ પ્રમુખની લોકસભામાં જ ખોટા મતદારો નીકળ્યા છે. જો 100 ટકા મતદારયાદી તપાસ કરીએ તો 75000થી વધુ મતદારો ખોટા નીકળી શકે છે. રેકોર્ડબ્રેક મતથી જીતવા પાછળ કારણ આ વોટચોરી નહિ હોયને એવો પ્રશ્ન થાય છે.

પાંચ પદ્ધતિથી વોટચોરી થાય છે, જેમાં સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર, સ્પેલિંગ ભૂલ, એક જ વ્યક્તિના અલગ અલગ EPIC કાર્ડ નંબર, ભાષા બદલી દેવામાં આવે અને સરનામા બદલી દેવામાં આવે છે. સંપૂર્ણ ડુપ્લિકેટ વ્યક્તિ, એટલે કે એ જ વ્યક્તિ હોય અને વોટ બે આપે છે. આખી મતદારયાદી મારી પાસે છે, જેમાં ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર છે.

જો લોકશાહી બચાવવી હોય તો આ ચોરીને ખુલ્લી પાડવાની જવાબદારી આપણા ગુજરાતીઓની છે. આપણા સૌની જવાબદારી છે. આ મતદારોના અધિકારોને છીનવવામાં આવી રહ્યો છે, જેની લડાઈ લડવાની જવાબદારી ગુજરાત કોંગ્રેસની અમારા એક એક કાર્યકરની છે. ગુજરાતના નાગરિકોના મતના અધિકારનું રક્ષણ થાય, તેમના બંધારણીય અધિકારોનું પણ રક્ષણ થાય. ગુજરાતમાં અમે એક-એક ઘર સુધી પહોંચીશું. કોઈપણ ભૂતિયા મતદારોને ખુલ્લા પાડીશું.

આવતીકાલે 31 ઓગસ્ટે વોટ અધિકાર જનસભાનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતના દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. આવતીકાલથી ગુજરાતના એક-એક ઘર સુધી જવાની શરૂઆત કરી વોટચોરોને ખુલ્લા પાડીશું. 2027ની ચૂંટણી સુધીમાં અમે વોટચોરીને લઈને ખોટા મતદારોને ખુલ્લા પાડીશું.

દરેક કાર્યકર્તા મતદાર યાદીની ચકાસણી કરશે અને જે પણ શંકાસ્પદ મળશે તેમાં તપાસ કરી અને ચૂંટણી પંચ અને સરકાર સુધી રજૂઆત કરીશું. સડકથી સંસદ સુધી અમે જઈશું. આખા ગુજરાતમાં મતદાર યાદીમાં શંકા છે. જેથી અમે ચકાસણી એક વિધાનસભાથી શરૂઆત કરી છે. પ્રાથમિક તપાસમાં જ 12.3 ટકામાં ખોટા મતદાર સામે આવ્યા છે. જેથી સ્પષ્ટ છે કે અમે આમાં લાખોની ચોરી પકડાશે.

આખા ગુજરાતમાં મતદાર યાદીમાં શંકા છે જેથી અમે ચકાસણી એક વિધાનસભાથી શરૂઆત કરી છે. પ્રાથમિક તપાસમાં જ 12.3 ટકામાં ખોટા મતદાર સામે આવ્યા છે. જેથી સ્પષ્ટ છે કે આમાં લાખોની ચોરી પકડાશે. મતદારયાદી ચૂંટણી પંચ પાસે જ છે. અમે પુરાવા ચૂંટણી પંચ વેબસાઇટ પરથી જ લીધા છે.ભાજપના નેતાઓએ આ મામલે ખૂબ બોલ્યા છે જેટલું ચૂંટણી પંચ નથી બોલ્યું એનાથી વધારે ભાજપના નેતાઓ બન્યા છે.

ચૂંટણી પંચ દ્વારા ભાજપ સરકારના દબાણમાં એફિડેવિટ માગવામાં આવે છે.એફિડેવિટ માગવી એ ચોરીને છુપાવવાનો રસ્તો છે. આ ચૂંટણીની હારજીત માટેની લડાઈ નથી. પરંતુ લોકશાહીની લડાઈ છે. આપણી નાગરિક તરીકેની જવાબદારી છે. જાગૃત નાગરિકોને વિનંતી છે કે આ માત્ર કોંગ્રેસ નહી પરંતુ ગુજરાત અને ભારતીયોનું છે.ગુજરાતમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી જેની જાહેરાત થતી ત્યારે ચોક્કસ વિચાર આવતો હતો જેથી અમે રેકોર્ડ બ્રેક વિધાનસભામાં જ તપાસ કરી હતી. જેટલા મોટા નેતા અને મોટી ચોરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *