અમરેલી જીલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે સોલંકી બંધુઓ લાઈમલાઈટમાં આવ્યા છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી દ્વારા મુંબઇના મોગરવાડામાં આયોજિત ગણેશ મહોત્સવમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોચ્યા છે.
જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જય શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવિસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સોલંકી બંધુ ના આંગણે પહોચ્યા છે.