
શહેરના નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સમાં ચાર શખ્સ યુવક અને તેના પિતા ઉપર છરી અને લાકડી વડે મારામારી કરી ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતા નિરજ કુમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે પુત્ર પર્યવાર હાલ સારવાર હેઠળ છે. યુવકની બહેન અન્ય છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા જતા વાતચીત કરનાર યુવકને ઠપકો આપ્યો હતો. જેથી ચાર લોકો સાથે મળીને યુવતીના ભાઈને મારા મારવા ઘરે પહોંચ્યા હતા. જ્યાં પિતા-પુત્ર સાથે મારામારી કરી હતી. નારોલ પોલીસે આ મામલે હાલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
નારોલ વિસ્તારમાં આવેલા રઘુ નંદન હાઇટ્સ સામેના રાધે હોમ્સમાં શુભમ ભૂમિહાર તેના પરિવાર સાથે રહે છે. શુભમના કાકા નીરજકુમાર અને તેનો પુત્ર પર્યવાર સહિતનો પરિવાર તેમના ઘરની નીચેના ભાગે રહે છે. રવિવારે રાત્રે જ્યારે શુભમ ઘરે હાજર હતો ત્યારે તેના કાકાના દીકરા સત્યમ સાથે નારોલમાં રહેતા વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહિલ યાદવ અને બીપીન ઉર્ફે સત્યવાન યાદવ નામના શખ્સો બોલાચાલી કરી અને ઝઘડો કરી મારામારી કરતા હતા. જેને બચાવવા તેના કાકા નીરજકુમાર વચ્ચે પડ્યા હતા અભિષેક રાજપૂત છરી લઈને મારવા જતો હતો અને એક ઘા મારી દીધો હતો.
આ ઘટનામાં ફરી મારવા જતા સત્યમ ખસી ગયો હતો અને નીરજ કુમારને પણ જમણા પડખાના ભાગે છરી વાગી હતી. ત્યારબાદ ચારે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને નીરજકુમાર, સત્યમ અને શુભમ સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ગયા હતા. એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીરજ કુમારનું મૃત્યુ થયું હતું. જ્યારે સત્યમની હાલ સારવાર ચાલી રહી છે.
શુભમના કાકાની દીકરી નારોલમાં રહેતા આદિત્ય નામના છોકરા સાથે વાતચીત કરતી હોવાની શંકા સત્યમને ગઈ હતી જેથી સત્યમે આદિત્યને ઠપકો આપ્યો હતો જેનું ઉપરાણું લઈને સત્યમની સાથે અભિષેક રાજપૂત અને સાહિલ સહિતના લોકો છરી અને ગરબા પાટુ નો માર માર્યો હતો આ સમગ્ર મામલે નારોલ પોલીસે ચારે વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.