
રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 9 જિલ્લાની 10 પેટા તીજોરી કચેરીઓને તાળા વાગશે. રાજ્ય સરકાર દ્વારા 10 પેટા તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નાણા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં 15 દિવસમાં પેટા તિજોરી કચેરી બંધ કરવામાં આવશે. આ કચેરીઓમાં ઓછું કાર્યભારણ હોવાથી નાણાં વિભાગ દ્વારા સમિક્ષા કરી નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નાણાં વિભાગા દ્વારા પેટા તિજોરીઓની સમિક્ષા કરીને ઓછું કાર્યભારણ ધરાવતી પેટા તિજોરી કચેરી સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ બંધ કરવાનો નિર્ણય તિજોરી સુધારણા હેઠળ લેવામાં આવ્યો છે. નાણા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં 15 દિવસમાં પેટા તિજોરી કચેરી બંધ કરાશે. બંધ કરવામાં આવનાર તમામ તિજોરી કચેરીઓનું કાર્ય અન્ય કચેરીઓમાં સંભાળશે. તેવી જ રીતે કચેરીના કર્માચારીઓનો પણ અન્ય કચેરીમાં સમાવેશ થશે.
રાજ્યની 9 જિલ્લાની 10 પેટા તીજોરી કચેરીઓને તાળા વાગશે. જેમાં અરવલ્લીની મેઘરજ, મોરબીની વાંકાનેર, સુરેન્દ્રનગરની લખતર, ભાવનગરની શિહોર, રાજકોટની પડધરી, વડોદરાની કરજણ, જુનાગઢની મેંદરડા અને વંથલી, મહીસાગરની કડાણા અને આણંદ જિલ્લાની બોરસદ પેટા તિજોરી કચેરી બંધ કરવામાં આવશે. આ પેટા તિજોરીઓ બંધ થતા તેની કામગીરી કઈ તિજોરી કચેરી સંભાળશે તેના અંગે તેમજ આ તિજોરી કચેરીઓના હાલના મહેકમને સમાવવા અંગેની વૈકલ્પિક વ્યવસ્થા હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.