
તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ બાદ ગઈકાલે ગુરૂવારે ભૂકંપ બાદ ગઈકાલે ગુરૂવારે ફરી અફઘાનિસ્તાનની ધરા ધણધણી ઉઠી હતી અને 9 કલાકમાં છ વાર ધરતી કાંપી હતી. રિકટર સ્કેલ પર 4.8થી 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાત્રે લગભગ 10.26 વાગ્યે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. થોડી મીનીટો બાદ રાત્રે લગભગ 11.58 વાગ્યે ફરી એકવાર ધરતી ધ્રુજી હતી. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1ની માપવામાં આવી હતી. ત્યારબાદ અડધી રાત્રી પછી લગભગ 3.16 વાગ્યે 4.9ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વીકમાં જ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી 2200થી વધુ લોકોના મોત થયા હતા. આજે શુક્રવારે સવારે 7-46 વાગ્યે 4.6ની તીવ્રતાનો અને થોડીવારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.