
હાર્લી ડેવિડસન બાઇક પર પેટ્રોલિંગ કરતી ટ્રાફિક પોલીસની ટીમે રાતે 11 વાગ્યે દારૂ – બિયરની 132 બોટલ ભરેલી કાર પકડી પાડી હતી. ઈસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલી નંબર વગરની ગાડીને પોલીસે રોકતા ચાલક અને બાજુમાં બેઠેલો માણસ ગાડી મૂકીને ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી દારૂ-બિયરની 132 બોટલ મળી આવી હતી.
પશ્ચિમ ટ્રાફિક ડીસીપી બી.આર.પટેલની ટીમ મંગળવારે રાતે સરકારી ‘હાર્લી ડેવિડસન’ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇસ્કોન બ્રિજ પરથી નંબર પ્લેટ વગરની એક ગાડી નીકળી હતી, જેથી પોલીસે પીછો કરી ચાલકને ગાડી રોકવા ઈશારો કર્યો હતો, પણ બંને જણ ગાડી મૂકી નાસી ગયા હતા. જ્યારે પોલીસને દારૂની 96 બોટલ, બિયરનાં 132 ટિન મળ્યાં હતાં.