SP રિંગ રોડ ઉપર ગંભીર અકસ્માત, નિકોલ પાસે બેફામ સ્પીડે આવતી કાર પલટી, એક્ટિવાને અડફેટે લેતા બુકડો, બન્ને ચાલક ઈજાગ્રસ્ત

Spread the love

 

SP રિંગ રોડ ઉપર ગંભીર અકસ્માત, નિકોલ પાસે બેફામ સ્પીડે આવતી કાર પલટી, એક્ટિવાને અડફેટે લેતા બુકડો, બન્ને ચાલક ઈજાગ્રસ્ત

 

અમદાવાદમાં SP રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા પર કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ આવતા કાર એકાએક પલટી ગઈ હતી, જેમાં એક એક્ટિવાચાલકને અડફેટે લેતા એક્ટિવાનો ભૂકો બોલી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવાચાલક સહિત બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, નિકોલ ચાર રસ્તા બપોરે MAHINDRA XUV અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક્ટીવા ચાલક અને XUV ચાલક બંને ઈજાગ્રસ્ત થયેલા છે અને 108માં હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા નિકોલ કઠવાડા ચાર રસ્તા નજીક બેફમ સ્પીડે એક કારચાલક આવી રહ્યો હતો, ત્યારે તેનો કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ન રહેતા કાર પલટી ગઈ હતી. કારચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક્ટિવાનો બુકડો બોલી ગયો હતો. જોકે અકસ્માતમાં એક્ટિવાચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે કારચાલકને પણ ઇજાઓ થતા બંનેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અકસ્માત સર્જાતા નિકોલ ચાર રસ્તા ઉપર ટ્રાફિકના દૃશ્ય જોવા મળ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ટ્રાફિક દૂર કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *