૮૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ૧૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે

Spread the love

અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી

અમદાવાદ

અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું આગામી 14 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. આંતરરષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી ૩ વર્ષ ચાલી રહી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આશરે 825 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ રમી શકે તેવી તમામ સુવિધાઓ તૈયાર કરાઈ છે. કૂલ 18 રમતો રમી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

ભારત સરકારના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહના દીર્ઘદ્રષ્ટી, કુશળનેતૃત્વ અને સચોટ માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માટે એક ભવ્ય રમતગમત કેન્દ્ર તરીકે નારણપુરા અમદાવાદ ખાતે વીર સાવરકર સ્પોટ્સ કોમ્પેલેક્સ, માત્ર એક રમતગમતના સંકુલ તરીકે નહીં, પરંતુ વિશ્વસ્તર પર ગુજરાતને રમતગમત ના હબ તરીકે સ્થાપિત કરતું આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવેલ છે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ૨૯મે ૨૦૨૨ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવેલ હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલ સુચનો અને ભલામણોના આધારે ૮૨૫૦૭ ચો.મી.(અંદાજે ૨૧ એકર) જમીનમાં ૧૧૮,૮૭૭.૨૭ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. ૮૨૩.૫૨ કરોડના અંદાજીત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના રમગગમત વિભાગના સુચનો અનુસાર બનાવવામાં આવેલ છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટેનો ઉદેશ માત્ર ખેલાડીઓ માટે સુવિધાઓ પુરી પાડવાનો નથી. પરંતુ રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર મજબુત પણે ઉભું કરવાનું છે.

વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને તેની ગુણવત્તા અને સુવિધાઓને ખુબજ સરાહના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશીયમ એકવેટીક ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેઇમ્સની વર્લ્ડ વેઈટલીકટીંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલ સ્પોર્ટસ ખાતે યોજાનાર છે. આમ વિવિધ અંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચુકેલ છે. તમામ ઇન્ટરનેશનલ ઇવેન્ટસ અને મુખ્યતત્વે ઓલીમ્પીકસના આયોજન પૂર્વે જે તે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં નેશનલ લેવલની ટુર્નામેન્ટ તેમજ આંતરરાષ્ટીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થયેલ હોવું જોઇએ. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ઓગસ્ટ-૨૦૨૫ નેશનલ લેવલેની જુનીયર અને સિનીયર સ્વીમીંગ કોમ્પીટીશન અને કોમનવેલ્થ ગેઇમ્સની વર્લ્ડ વેઈટલીફટીંગ ચેમ્પિયનશિપની સ્પર્ધાઓનું સફળતા પૂર્વક આયોજન હાથ ધરવામાં આવેલ.

આ કોમ્પલેક્ષ મુખ્યત્વે છ મુખ્ય વિભાગોમાં વિભાજિત છે:

1. એક્વાટિક્સકોમ્પ્લેક્ષ:સદર કોમ્પ્લેક્ષમાં ૫૧.૫ X ૨૫ X ૩ મી. નો મુખ્ય સ્વીમીંગપુલ કે જે FINA નોર્મસ મુજબ તેમજ એક માત્ર FINA Partnered Technology MYRTHA Pools

દવારા બનાવવામાં આવેલ છે. આ સ્વીમીંગપુલ અદ્યતન ટેકનોલોજીથી બનાવેલ હોવાથી સ્વીમીંગપુલની સાઈઝ એટ્લે કે લંબાઈમાં કોમ્પિટિશન ના આયોજન મુજબ એટલે કે રેગ્યુલર કોમ્પિટિશન, (૫૦.૦મી X ૨૫.૦મી) આર્ટિસ્ટિક સ્વિમિંગ કોમ્પિટિશન (3૦.૦મી X ૨૦.૦મી) અને વોટરપોલો કોમ્પિટિશન (૩૦.૬૦મી X ૨૦.૦મી) ની જરૂરીયાત મુજબ ફેરફાર કરી શકાશે. આમ, સદર સ્વીમીંગપુલમાં જુદા જુદા સાઈઝમાં જરૂરીયાત મુજબ સ્વીમીંગપુલ ગેમ્સ રમી શકાશે.

આ ઉપરાંત આ બિલ્ડીંમાં ૨૨.૦મીX૨૦.૦મી અને ૫ મીટરની ઉંડાઇવાળો ડાઇવિંગ પુલ પણ બનાવવામાં આવેલ છે. તેમાં ૧૦ મીટર સુધીની વિવિધ ઊંચાઇઓના પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જે સંપૂર્ણપણે FINA નોર્મ્સ અનુરૂપ છે. આ બિલ્ડીંગમાં ૧૭૫૦ દર્શકોની ક્ષમતા ધરાવતી પ્રેક્ષક ગેલેરી બનાવવામાં આવેલ છે અને આંતરરાષ્ટ્રીય નોર્મ્સ મુજબ ખેલાડીઓ માટે રિકવરી રૂમ, મેડિકલ અને ડોપિંગ રૂમ, ચેન્જિંગ રૂમ, જાકુઝી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

વધુમાં સદર બ્લોક પાસે FINA નોર્મ્સ અનુરૂપ ખેલાડીઓ માટે સ્પર્ધા પહેલા વોર્મઅપના હેતુ માટે ૨૦ X ૨૫ X૨.૫ મી. નો અલાયોલ વોર્મઅપ પુલ બનાવવામાં આવેલ છે.

આ બિલ્ડીંગમાં ૪ વી.આઈ.પી. લાઉન્જ રાખવામાં આવેલ છે. તેમજ મીડિયા બ્રેફીગ અને કોમેન્ટ્રી માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ સ્વીમીંગપુલમાં ૯૦× ૪૨ મીટર નો વિશાળ કોલમ લેશ હોલ બનાવવામાં આવેલ છે. જેથી દર્શકોને અસુવિધા ઉભી ન થાય.

આ બિલ્ડીગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તમામ સ્વીમીંગને લગતી સ્પર્ધાઓનું આયોજન કરી શકાશે.

2. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ:આ બિલ્ડીગમાં ૪૨૪x૨૪ મીટરના કોલમ લેસ ટ્રિપલ હાઈટના બે મુખ્ય હોલ છે, જ્યાં બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે એલીટ એથ્લીટસની ટ્રેઇનીંગ થઈ શકશે છે તેમજ ઇન્ટરનેશનલ કોમ્પીટીશન દરમ્યાન વોર્મઅપ તરીકે પણ ઉપયોગ થઇ શકે. ઉપરાંત ડબલ હાઈટના હોલમાં વિવિધ કોમ્બેટ અને ફ્લોર સ્પોર્ટ્સ જેવી કે ટેકવાન્ડો, કબડ્ડી, રેસલિંગ, વુશુ જેવી રમતોની ટ્રેનિંગ આપવામાં આવશે.

આ બિલ્ડીંગમાં ૩૦૦ ખેલાડીઓ અને ૮ કોચ માટે રહેણાક રૂમો, સ્પોર્ટ્સ સાયન્સ લેબ, ન્યુટ્રિશન લેબ, ડાઈનીંગ હોલ, કિચન, જીમ્નેશીયમ, સૌના અને સ્ટીમ સુવિધાઓ સાથે ખેલાડીઓના સર્વગ્રાહી વિકાસ માટે સંપૂર્ણ વાતાવરણ બનાવવામાં આવેલ છે.

આ બિલ્ડીંગ નો મુખ્ય હેતુ સમગ્ર વર્ષ દરમ્યાન એલીટ ખિલાડીઓના આંતરરાષ્ટીય કક્ષાની ટ્રેનીંગ તેમજ મુખ્ય સ્પર્ધાઓ વખતે વોર્મઅપ એરિયા પૂરો પાડવાનો છે.

3. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ અરેના:આબિલ્ડીગમાં ૮૧x૪૫મીટરનો વિશાળ કોલમ લેસ હોલ બનાવવામાં આવેલ છે. જેમાં ઓલિમ્પિક સ્તર સહિતની આંતરરાષ્ટીય કક્ષાઓની સ્પર્ધાઓનું આયોજન કરી શકાશે. આ બિલ્ડીગમાં ૫૨૦૦ દર્શકો માટે બેઠક વ્યવસ્થા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતો માટે જરૂરી તમામ સુવિધાઓ જેવી કે કોલ રૂમ, કોમ્બેટ રમતો માટે અલગ હોલ, રેફરી રૂમ, મેડિકલ રૂમ, ડોપિંગ રૂમ, મીડિયાં રૂમ અને ફેડરેશન રૂમ સહિતની તમામ વ્યવસ્થાઓ સુસજ્જ છે.

વધુમાં સ્પર્ધા દરમ્યાન વોર્મઅપ બાદ કોલ ઓફ સમયે દરમિયાન ખેલાડીઓ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સથી મેઈન અરેના સુધી સરળતાથી જઈ શકે તે માટે વિશેષ સેનીટાઇઝ્ડ પેસેજબનાવવામાં આવ્યો છે, જેથી ખેલાડીઓના રૂટમાં દર્શકોનો અવરોધ ન ઉભો થાય.

4. કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર:આ સેન્ટર શહેરના નાગરિકો માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ૬ બેડમિન્ટન કોર્ટ, ૬ ટેબલ ટેનિસ, ૬ સ્ક્વોશ કોર્ટ, ૨૦ ઇન્ડોર શુટીંગ રેન્જ, તેમજ ઇન્ડોર ગેમ્સ જેવા કે ચેસ, કેરમ, કાર્ડ્સ,સ્નૂકર, બીલિયર્ડ્સ, એર હોકીજેવી રમતો માટે વિશિષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઉપરાંત કેફેટેરિયા, લાઈબ્રેરી, જીમ અને એરોબિક્સ રૂમ પણ સમાવિષ્ટ છે.

5. ફિટ ઇન્ડિયા ઝોન:આ ઝોન સ્વાસ્થ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. તેમાં શહેરના તમામ નાગરિકો માટે આરામદાયક બેઠક વિસ્તાર, યોગા લોન, આઉટડોર જીમ, બાળકો માટેનો અલગ ઝોન, જોગીંગ ટ્રેક અને સ્કેટિંગ રીંક સાથે કબડ્ડી અને ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. આ સ્થળનો ઉપયોગ શહેરના નાગરિકો નિશુલ્કપણે અને દૈનિક રીતે કરી શકશે.

6. આઉટડોર સ્પોર્ટ્સ ઝોન:આ વિભાગમાં ૬ લોન ટેનિસ કોર્ટ, ૧ બાસ્કેટબોલ અને ૧ વોલીબોલ કોર્ટ છે.

અન્ય સુવિધાઓ:

આ સમગ્ર કોમ્પ્લેક્ષમાં ૮૦૦ ટૂ-વ્હીલર અને ૮૫૦ ફોર-વ્હીલર પાર્કિંગની સુવિધા છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૨૭૫ કિલોવોટ ક્ષમતા ધરાવતો સોલાર પ્લાન્ટ ઈનસ્ટોલ કરવામાં આવેલ છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૬૦ કે.એલ.ડી. કેપેસિટી ધરાવતો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈનસ્ટોલ કરવામાં આવેલ છે. જેથી ઝીરો લીકવીડ ડીસ્ચાર્જનો હેતુસર કરી શકશે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૧૫૦૦૦ લી./કલાક કેપેસિટી ધરાવતો વોટર ટ્રીટમેન્ટપ્લાન્ટ ઈનસ્ટોલ કરવામાં આવેલ છે.

આ તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ સાથે આ સમગ્ર કોમ્પ્લેક્ષને પર્યાવરણને અનુરૂપ બનાવેલ હોઈ, IGBC(જે પર્યાવરણને ધ્યાને રાખી બનાવેલ ગ્રીન બિલ્ડીગ માટે રેટીગ એજન્સી છે) દ્વારા પ્લેટિનમ રેટીગ માટે રેકમેન્ડ કરેલ છે. જે હવે પછી મળનાર રીવ્યુ મિટીગમાં નિર્ણય કરવામાં આવશે. હાલમાં ગોલ્ડ રેટીંગનું પ્રોવિઝનલ સર્ટીફીકેટ મળી ચુકેલ છે.

આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં કુલ ૭ મેઇન ગેટ રાખવામાં આવેલ છે. જે પૈકી ૪ ગેઇટ દર્શકો માટે રહેશે અને ૩ ગેટ ખેલાડીઓ, વી.આઈ.પી. તેમજ મીડીયા માટે અલગથી રાખવામાં આવેલ છે. જેથી વ્યવસ્થા જળવાઇ રહે. વધુમાં સ્પર્ધા માટેના બન્ને વિશિષ્ટ બિલ્ડીંગો સ્પોર્ટસ અરીના અને એકવાટીક કોમ્પ્લેક્ષમાં દર્શકો અને સ્પર્ધકોની એન્ટીની અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સ્પર્ધકો માટે સીધો પ્રવેશ ફીલ્ડ ઓફ પ્લે એરીયામાં રાખવામાં આવેલ છે. જયારે કે દર્શકો સીધા જ તેની બેઠક વ્યવસ્થામાં જ પ્રવેશ કરી શકશે. આમ, આંતરરાષ્ટીય કક્ષાની સ્પર્ધાઓના આયોજન અંગે ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવેલ છે.

આ સમગ્ર કોમ્પ્લેક્ષ રાજ્ય સરકાર અને AMC દ્વારા ભવિષ્યમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે એક અભૂતપૂર્વ મંચ પૂરું પાડે તે હેતુથી કાર્યરત કરેલ છે. ગુજરાતને રમતગમત હબ બનાવવાનું ધ્યેય અહીંથી સાકાર થતું જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *