અમદાવાદમાં વિરાટનગરમાં બ્રિજ નીચે મર્સિડીઝ ગાડીમાં બિલ્ડરની હત્યા મામલે ઓઢવ પોલીસે એક જ રાતમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણ આરોપીઓને રાજસ્થાનના શિરોહી ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક આરોપીને અમદાવામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ હીરાજી મેઘવાલ અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની અટકાયત કરવામાં આવી રહી છે.
બિલ્ડરની હત્યા મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે બિલ્ડર હિંમત રૂડાણીના હત્યામાં નવો વળાંક આવ્યો છે.
બિલ્ડર હિંમત રૂડાણીના હત્યા મામલે ચોંકવનારો ખુલાસોઅમદાવાદના વિરાટનગર બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં સૌથી મોટી માહિતી tv 13 ગુજરાતી પાસે આવી છે. વિરાટનગર બિલ્ડર હિંમત રૂડાણી હત્યામાં બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની સંડોવણી સામે આવી છે. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની પણ પૂછપરછ શરૂ કરી છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ ઝડપાયેલ 3 આરોપીને સોપારી આપી હતી. વર્ષ 2024માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ બિલ્ડર આરોપી મનસુખ લખાણીના પુત્ર સામે દોઢ કરોડ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલોઅમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કાર તરફ લોકોનું ધ્યાન ગયું હતુ. કારણ કે આ કારમાંથી દુર્ગંધ આવી રહી હતી. રાતના સમયે લોકોએ જોયું તો કારમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો. તેથી લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો ગાડીમાં કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ મૂકાયો હતો. તેમનો મૃતદેહ ગાડીના ડેકીમાં મૂકાયો હતો. ગાડીમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે તપાસ કરતા મૃતદેહ હિંમત રુડાણી નામના શખ્સનો હોવાનું જાણવા મળ્યું. તપાસમાં સામે આવ્યું કે, તેઓ બિલ્ડર છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. બિલ્ડર હિંમત રુદાણીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજવામાં આવી છે. હત્યા કરીને લાશ તેમના જ મર્સિડીઝમાં મૂકાઈ હતી અને ગાડી વિરાટનગર બ્રિજ પાસે પાર્ક કરી દેવાઈ હતી. ઓઢવ પોલીસે રાત્રે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યો છે. બિલ્ડર હિંમત રુડાણીના કારના સીસીટીવી સામે આવ્યા હતા. બિલ્ડર હિંમત રુદાણીને સવારે 11 વાગે પુત્રએ એસપી રિંગ પર જોયા હતા. ત્યાર બાદથી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો. તેઓ સવારે ઘરેથી પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર જવા નીકળ્યા હતા. દીકરાએ તેમને રિંગ રોડ પરથી પસાર થતા જોયા હતા. હાલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજ તથા કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરી છે.