ઈ-મેમોનો દંડ ભરવા ઘીકાંટા કોર્ટમાં ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું

Spread the love

ઘી કાંટા કોર્ટમાં ઈ-ચલણ સેન્ટર શરૂ કરવાથી જે વાહનચાલકોના મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં ગયા હશે એ આ સેન્ટરમાં મેમો ભરી શકશે. એમની સામેનો કેસ નીકળી જશે. આજે કુલ રૂ.68 હજારનો દંડ લોકોએ ભર્યો હતો. – એન.એન. ચૌધરી, જેસીપી ટ્રાફિક

ઘી કાંટા ખાતે આવેલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમાં માળે ઇ-ચલણ ટ્રાફિક સેન્ટર ઉભું કરાયું છે. જ્યાં વાહનચાલક ઈ-મેમો દંડ ભરી શકશે. અમદાવાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મંગળવારે ટ્રાફિક ઇ-ચલણ સેન્ટરનો હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય સુથારે પ્રારંભ કરાવ્યો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે જનરેટ થતાં ઇ-મેમો મુજબ તેઓની પાસે મેમો ભરવાનો કે વર્ચ્યુઅલ મોડ દ્વારા વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ છે. મોબાઇલ નંબર અપડેટ ન હોય, ત્યાં અગાઉ ઈ-મેમો માત્ર પોલીસ કમિશનર ઓફિસ ખાતે ભરી શકાતો હતો. હાલમાં 24.72 લાખ ઈ-ચલણ પેન્ડિંગ જેની કુલ રકમ 160 કરોડ થાય છે અમદાવાદીઓએ ભરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *