
સતત વરસાદથી ભેજની હાજરીથી દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવને નાબુદ કરવા માટે વાવણી કર્યા બાદ એક મહિને પીળા ચીકણા પિંજર 10 પ્રતિ હેક્ટરે લગાવવાથી સમયસર નિયંત્રણમાં આવે છે. વધુમાં લીંબોળીનું તેલ 50 મીલી અથવા એઝાડિરેક્ટીન યુક્ત 1500 પીપીએમ દવા 50 મીલી સાથે 100 મીલી તેલીયા સાબુનું સંતૃપ્ત દ્વાવણ પ્રતિ 10 લીટર પાણીમાં ઉમેરીને તેનો છંટકાવ કરવાથી દુર થાય છે.
વાદળછાયા વાતાવરણની સાથે સાથે સતત વરસાદથી ભેજનું પ્રમાણ વધી જતા ખરીફ પાકમાં વિવિધ રોગનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. તેમાં દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. ચુસીયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરયા બેસિયાના ફુગનાશક પાવડર 240 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઉમેરીને ચુસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવ ઉપર છંટકાવ કરવાથી નિયંત્રણમાં આવી શકે છે.
આ ઉપરાંક પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધ ઉપદ્રવ હોય તો રાસાયણિક જંતુનાશક દવાઓનો માર્ગદર્શન મુજબ છંટકાવ કરવો જોઇએ. જોકે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા પહેલા દવાની ઉપરના લેબલ મુજબ પાક માટે આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવાનો ઉપયોગ કરવાનો રહેશે.