
સાતારાની સરકારી હૉસ્પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુડિયાએ એકસાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. આ એક દર ગણાય એવી ઘટના છે. ૧૦ લાખ ડિલિવરીમાંથી એક ડિલિવરીમાં આવું જોવા મળે છે. આ મહિલાના કેસમાં વધુ એક અજાયબી એ છે કે મહિલાએ પાંચ વર્ષ અગાઉ એકસાથે ૩ બાળકોને જન્મ આપ્યો હતો અને હવે ૪ બાળકોને જન્મ આપતાં તે કુલ ૭ બાળકોની માતા બની છે. મૂળ ગુજરાતની કાજલ તેના પતિ સાથે કામ માટે સાતારાના સાસવડ ગામમાં રહે છે.
ઘરકામ કરતી કાજલની ડૉ. સદાશિવ દેસાઈ અને તુષાર મેસરામે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. બાળકો અને માતાની તબિયત સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.