એક કળિયુગી દીકરાએ વૃદ્ધ માતાને નદીમાં ધક્કો મારીને ફેંકી દીધી

Spread the love

 

તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાંથી મા-દીકરાના સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની બીમાર માની હત્યા કરી નાખી છે. દીકરાએ માને મંજીરા નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ એરોલા બલૈયા છે. હત્યામાં સામેલ તેના એક સાથીને પણ પોલીસે ધરપકડમાં લીધો છે. તેનો સાથી સગીરવયનો છે.
મૃતક વૃદ્ધ મહિલાની ઓળખ સયાવ્વા (૭૭) તરીકે થઈ છે. તે પિતલમ મંડલના બોલકપલ્લી ગામની રહેવાસી છે. ગત ગુરુવારે બોલકપલ્લી ગામના બહારી વિસ્તારમાં મંજીરા નદીમાં એક અજાણી મહિલાની લાશ મળી હતી. વિશ્વસનીય સૂચનાના આધાર પર, એરોલા બલૈયાને બાંસવાડા મંડળના કોય્યાગુટ્ટા ચોકથી ધરપકડ કરી છે, સાથે જ તેના સાથીની પણ ધરપકડ થઈ છે
પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે. પૂછપરછ દરમ્યાન, બલૈયાએ કબૂલ કર્યું કે, તેની માતા, સયાવ્વા બીમાર હોવાના કારણે બેડ પર પડયા રહેતા હતા અને તેની દેખરેખ કરનારું કોઈ નહોતું. ૮ સપ્ટેમ્બરની રાતે, તે માને પોતાની બાઈક પર બેસાડી બોલકપલ્લી પૂલ પર લઈ ગયો અને મંજીરા નદીમાં ફેંકી દીધી. જેનાથી તેમનું મોત થઈ ગયું. સગીર છોકરો પણ તેની સાથે ગયો હતો.
બલૈયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જ્યારે સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલી દીધો છે. ગામમાં આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. જાણવા મળ્યું કે આરોપી બલૈયાની પત્ની પહેલા જ આત્મહત્યા કરી ચૂકી છે. તો વળી પોલીસનું કહેવું છે કે આ કેસ સફળતાપૂર્વક ઉકેલી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *