બજેટ કાપને લઈને ફ્રાન્સમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગુરુવારે ટ્રેડ યુનિયનોએ હડતાળનું એલાન આપ્યું હતું, જેમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. પેરિસ, લિયોન, નેન્ટેસ, માર્સેલી, બોર્ડેક્સ, ટુલૂઝ અને કેન જેવા શહેરોમાં રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વિરોધ પ્રદર્શનોમાં 5 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા, જ્યારે યુનિયનોએ આ સંખ્યા 10 લાખ જણાવી છે. સુરક્ષા માટે દેશભરમાં 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, અને 141થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ પથ્થરમારો અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના વિરોધ શાંતિપૂર્ણ રહ્યા હતા. શાળાના બાળકોએ પણ ઘણી જગ્યાએ હાઇવે બ્લોક કર્યા હતા.
ફ્રેન્ચ સરકારે 2026ના બજેટમાં આશરે $52 બિલિયનનો ઘટાડો કરવાની યોજના બનાવી છે. આમાં પેન્શન સ્થગિત કરવા, આરોગ્ય અને શિક્ષણ પર ખર્ચ ઘટાડવા, બેરોજગારી લાભો ઘટાડવા અને બે રાષ્ટ્રીય રજાઓ હટાવવાનો સમાવેશ થાય છે. સરકાર કહે છે કે દેશની ખાધ યુરોપિયન યુનિયનના 3% ધોરણ કરતાં બમણી છે, અને દેવું GDPના 114% સુધી પહોંચી ગયું છે. પરંતુ લોકો આને અમીરો માટે રાહત અને ગરીબો પર બોજ તરીકે જુએ છે. યુનિયનો કહે છે, “ધનવાનો પર ટેક્સ વધારો. મોંઘવારી પહેલા જ જીવન મુશ્કેલ થઈ ગયું છે.”